પોરબંદરના દેગામ ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કારે અભ્યાસ કરવા જઈ રહેલાં ભાઈ-બહેનને અડફેટે લીધાં, બંનેનાં ઘટનાસ્થળે જ મોત

રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. હજુ ગઇકાલે જ અમરેલીના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રકડ્રાઇવરની એક ભૂલે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે વધુ એક ગોજારી ઘટના પોરબંદર નજીકના દેગામ ગામ પાસે બની છે, જેમાં દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે એક કિશોરી પોતાના પિતરાઈ ભાઈને લઈને શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઈ રહી હતી ત્યારે ઇનોવા કારે ટક્કર મારી બન્નેના જીવ લીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

14 વર્ષની બહેન અને ત્રણ વર્ષના ભાઈનાં મોત
આ અંગે મળતી માહિતી મુજબ, પોરબદર-જામનગર રોડ પર દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે સવારે આરતી રમેશભાઈ ગોહેલ નામની 14 વર્ષની કિશોરી પોતાના ત્રણ વર્ષના પિતરાઈ ભાઈ મીત નિલેશભાઇ ગોહેલને લઇ શેરી શિક્ષણમાં અભ્યાસ માટે જતી હતી, એવા સમયે રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કાર (નં. GJ-01-HS-0188)એ અડફેટે લેતાં ઘટનાસ્થળે જ બંને બાળકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક માસબમ બાળકને ઇજા પહોંચી હતી.

કારચાલક ભાગી ગયો
આ ગોજારી ઘટના બનતાં જ ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહનું પંચનામું કરી પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત સર્જનાર કાર પૂરઝડપે આવી હતી અને બન્ને બાળકોને અડફેટે લીધાં હતા. અડફેટ લીધા બાદ કાર એક ખેતરની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. જોકે કારચાલક અકસ્માત બાદ ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસે સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી
ઘટનાના પગલે ગામના સામજીક આગેવાનો હોસ્પીટલએ પહોંચી ગયા હતા. જ્યારે પોલીસને કારમાંથી મળેલી આરસી બુક મુજબ કાર નજીર હુશેન મહમદભાઇ ખત્રીના નામે હોવાનું જાણવા મળ્યું હતુ. આ કાર કોણ ચલાવી રહ્યુ હતુ, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હાઇવે પરની હોટલો સહિતના સ્‍થળોએ લાગેલા સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ કોરોનાને કારણે શાળા બંધ હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બાળકોને શેરી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેથી બંને બાળકો સવારના સમયે નજીકમાં શેરી અભ્યાસ માટે જઇ રહ્યા હતા, તે સમયે અકસ્‍માતની કરૂણ ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં એક જ પરીવારના બે માસુમ બાળકોના કમકમાટીભર્યા મોતના પગલે પરીવારજનો પર આભ ફાટયુ હોય તેવી સ્‍થ‍િતિ સર્જાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો