લેઉવા પટેલ સમાજનું અણમોલ રત્ન શ્રી પોપટભાઈ લાખાભાઈ સોરઠીયા

1980 નાં દાયકામાં..વિસરાય ગયેલાં એક સમાજ રત્ન…!! સરદાર પટેલ પછી નાં આદર્શ અને કણબી સમાજ માટે જેમણે પોતાના જીવ ની આહુતિ આપી દીધી છે.. એવાં વ્યક્તિ વિશેસને મારે આજે યાદ કરવા છે.

આપના વ્યક્તિત્વ ને કલમ થી લખવું મારી કલમ ની તાકાત નથી…છતા થોડી ધણી વાતો લખી રહ્યો છું.

જ્યારે કણબી સમાજ ને જરુર પડી.. 80 નાં દાયકા માં 6 વાગ્યા પછી બહેન દિકરીઓ ને બહાર ન નીક્ડાતું એવાં સમયે જો કોઈ વ્યક્તિ ની આખા સોરઠ માં સિંહની જેમ હાક બોલતી હોય તો એક માત્ર પોપટ ભાઈ લાખા ભાઈ સોરઠીયા… જેમને પોપટ લાખા નાં હુંલામણા નામ થી ઓળખાય છે.

બે ટર્મ કૉંગ્રેસ નાં ધારાસભ્ય તરીકે ચુટાઈ ને રાજકોટ ને માર્કેટિંગ યાર્ડ અપાવનાર …ઇન્દિરા ગાંધી એ મનાઈ ફરમાવી હોવાં છતા એમને વટે ભરાઈ ને રાજકોટ યાર્ડ બનાવી…. “મારા કણબી સમાજ નો એક અણનમ્યો વટ” રાખી દીધો હતો..

વટ થી જીવન જીવનાર આખી લાઈફ સમાજ માટે સમર્પિત કરી દેનાર….

એક જીપ માં બે જોટાળી રાખનાર પોપટ લાખા નો વટ જીવ્યા ત્યાં સુધી રહ્યો. મારા પપ્પા નાં એકમાત્ર ગુરુ અને એકમાત્ર સમાજ નાં યુવાનો ને એ વખતે બી મિલિટન્ટ નો સંદેશ આપનાર વ્યક્તિત્વ…

શું લખું આપના કામો વિસે કલમ ની શાહી ખૂટી જાય છે..

આપના નામ માત્ર થી વિરોધી ઓ થર થર ધ્રુજી જતા…ખબર પડે કે ફલાણા ગામ માં પટેલ નાં છોકરાં પર કોઈ એ હાથ ઉપાડ્યો.. ! તો એમને દીવસ હોઈ કે રાત જોયા વગર જીપ માં જોટાળી નાખી કાયદાકીય થી માંડી બધો ન્યાય અપાવનાર મહાન વિભૂતિ….

ધારાસભ્ય હોવાં છતા ક્યારેય સમાજ ને ભૂલ્યા નહતા… એ વ્યક્તિ થી આખી વિધાનસભા થર થર ધ્રૂજતી…. સત્ય શિવાય કોઈ બીજી વાત ન આવે સમાજ શિવાય બીજો કોઈ નશો ન આવે.. મારા આદર્શ નેતા નહીં પણ એક સમાજ નો સાચો સેવક અને જેમનાં કામો થી એમને ગુરુ જેવા પદ પર હું રાખું છું એવાં પોપટ ભાઈ લાખાભાઈ સોરઠીયા ને નતમસ્તક વંદન …

એક કિસ્સો યાદ આવ્યો… ભાવનગર માનગઢ ખાતે 11 કણબી ઓનાં ખૂન થયાં ત્યારે કૉંગ્રેસ નાં ધારાસભ્ય હોવાં છતા અને સરકાર પણ કૉંગ્રેસ ની હતી.. ત્યારે પાર્ટી અને ધારાસભ્ય પદ ને એક બાજુ ઘા કરી ને ન્યાય અપાવવા લડનાર એક બાહોસ લીડર એટલે પોપટ લાખા એકજ… સલામ છે. આપનાં સમાજ પ્રેમ ને….!

આ હાવજ ને અડવાની માઈકાંગલા ઓની ઓકાત નહોતી…એટલે જ રાષ્ટ્રગીત અને ધ્વજને સલામી આપતી વખતે ગોળી મારવામાં આવી… બાકી એમની નજીક જવાથી એટલી બધી ફાટતી કે રાજકોટ યાર્ડ માં બાપ બાપ કરવું પડતું….

વંદન છે.. આપને, આપનાં સમાજ પ્રેમ ને… આપના ચરિત્ર ને યાદ કરી ને આજ પા શેર લોહી ચડે છે.. આપનું નામ કોઈ લે ત્યારે છાતી ગદગદ ફૂલવાં લાગે છે.. મારા માટે જો કોઈ ભગવાન હોઈ તો આપ જેવા વ્યક્તિઓ જ છે….

લેઉવા પટેલ સમાજનાં અણમોલ રત્ન એવા શ્રી પોપટભાઈ લાખાભાઈ સોરઠીયા ને લાખ લાખ વંદન છે..

❂Kish_Dobariya❂
❂social_activist❂
❂kanbi_group_surat❂

દરેક લોકો આ પોસ્ટ ને વધુમાં વધુ શેર કરીને આગળ મોકલજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો