સુરતના આ ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી: રોષે ભરાયેલા પરિવારજનોએ જાહેર રસ્તા પર મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો

સુરત જિલ્લાના એના ગામની એક વળવી વાસ્તવિકતા સામે આવી છે. એનઆરઆઇ બહુમતી ધરાવતા આ ગામમાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. આ ગામના આદિવાસીઓ મૃતદેહની અંતિમ વિધિ માટે સ્મશાનગૃહની ચાવી લેવા ગયા તો સંચાલકે પહેલા પૈસા આપો પછી જ ચાવી મળશે, એમ જણાવી મોતનો મલાજો પણ ના જાળવતા હળપતિ સમાજના લોકો રોષે ભરાયા હતા અને મૃતદેહને જાહેર રસ્તા પર અગ્નિસંસ્કાર આપી સ્મશાન ગૃહ ચલાવતા લોકો પર એક મોટો તમાચો આપ્યો હતો.

ગામના અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોની સ્થિતિ આજે બનેલી હ્રદયદ્રાવક ઘટના પરથી જાણી શકાય છે. મોટા ભાગે સ્મશાનભૂમિમાં કોઈ ફિક્સ ભાડું હોતું નથી જેવી જેમની પરિસ્થિતી તેટલી રકમ દાન પેટે લેવામાં આવે છે. પરંતુ સમૃદ્ધ ગામમાં રકમમાં વધારો કર્યા બાદ પહેલા પૈસા અને પછી જ મૃતદેહની અગ્નિ સંસ્કાર આપવાની નીતિથી ગામ લોકોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.

ગામના હળપતિ સમાજના આગેવાન તેજશ રાઠોડે સમગ્ર ઘટનાની માહિતી આપતા જણાવ્યુ હતું કે, એનાના સોની ફળિયા ખાતે રહેતા મોહનભાઇ સુરેશભાઇ રાઠોડનું મંગળવારના રોજ બીમારીને કારણે અવસાન થતાં ગામમાં જ આવેલ સ્મશાન ભૂમિમાં તેમના મૃતદેહને અગ્નિદાહ આપવા માટેની તૈયારીઓ શરૂ કરાય હતી. સ્મશાનભૂમિની ચાવી માટે સમાજના આગેવાનો સંચાલકો પાસે ચાવી માંગવા ગયા હતા. પરંતુ તેમણે સ્મશાનભૂમિનું ભાડું 600 થી વધારીને 2500 કરી દેવામાં આવ્યું હોવાનું જણાવતા રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો.

જોકે ચાવી રાખનાર એ પહેલા પૈસા આપો પછી જ ચાવી મળશે એમ કહેતા ભારે વિવાદ સર્જાયો હતો. આથી સમાજના લોકો સ્મશાન ગૃહ સંચાલન કરતી સમિતિના પ્રમુખ ને મળવા જતાં તેમણે પર સમિતિના સભ્યોએ ભાડું નક્કી કર્યું હોવાનું કહી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક ભાડામાં 2500 રૂપિયાનો વધારો કરી દેવામાં આવતા આદિવાસી પરિવારો માટે મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવું પણ મુશ્કેલ બન્યું હતું, આથી સમાજના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા.

રોષે ભરાયેલા લોકોએ એના વીંઝોળીયા રોડ પર ગામના પાદરમાં જ મોહનભાઈના મૃતદેહને અગ્નિસંસ્કાર આપી વિરોધ નોંધાવતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. અગાઉ 600 રૂપિયા ભાડું હતું ત્યારે પણ હળપતિ સમાજના લોકો ભાડા પેટે જે તે પરિવારને યથાશક્તિ મદદ કરતાં હતા પરંતુ હવે ભાડું 2500 કરી દેવામાં આવતા તેમના માટે રૂપિયા કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો