પતરાના મકાનમાં રહેતો વલસાડનો અરમાન રાઠોડ ડાન્સના હુનરથી રાતોરાત સેલિબ્રિટી બની ગયો, 40 લાખ ફોલોઅર્સ થયા, અનેક રિયાલિટી શૉની આવી છે ઑફર
કંઈક કરી છૂટવાની ધગશ સાથે મહેનત કરી રહેલા ગુજરાતના વલસાડ ખાતે રહેતો અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો યુવાન ટિકટોકને કારણે ચર્ચામાં વ્યો છે. આ યુવાને એવો તો અદભૂત ડાન્સ કરે છે કે બિલિવૂડના અનેક સેલેબ્સ તેના દિવાના થઈ ગયા છે. એટલું જ નહીં લઘરવઘર લાગતા આ યુવાનને રિયાલિટી શૉ માટે અનેક ઑફર પણ આવી ચુકી છે. તો ગુજરાતના આ ટેલેન્ટ વિશે વધારે જાણીએ.
ગુજરાતના વલસાડ ખાતે આવેલા રાખોડીયા તળાવના કિનારે વસાહતમાં રહેતો અને છૂટક મજૂરી કરીને પરિવારના આઠ સભ્ય સાથે રહેતો 29 વર્ષીય અરમાન રાઠોડ હાલ ચર્ચામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોતાની અંદર રહેલા ડાન્સના ટેલેન્ટને લઇને તે શરૂઆતમાં મજાક મજાકમાં કોમેડી વીડિયો અપલોડ કરતો હતો. જે બાદ તેના નાનપણ મિત્ર તન્વીર પટેલે તેને ડાન્સ વીડિયો બનાવી ટિકટોક પર મૂકવાનું કહ્યું હતું.
મિત્રની સલાહ બાદ અરમાર રાઠોડે બે દિવસ વિચાર કર્યો હતો. ત્યાર બાદ તેના વિસ્તારમાં રહેતા મિત્ર તુષાર રાઠોડની મદદથી પહેલો વીડિયો સલમાન ખાન જે રીતે ચાલે છે તેવો બનાવ્યો હતો.
ત્યાર બાદ જોત જોતામાં અરમાન રાઠોડે 200 જેટલા વીડિયો બનાવી નાખ્યા હતા. એકદમ સામાન્ય પરિવારમાંથી આવતો અરમાન ખૂબ સાદા કપડાં પહેરે છે અને પરિવાર સાથે પતરાવાળા મકાનમાં રહે છે.
રિતિક રોશનની ફિલ્મના ગીત ‘દેખા તુમકો જબસે’ પર અરમાને બનાવેલો વીડિયો એટલી હદે વાયરલ થયો કે માત્ર એક જ મહિનામાં અરમાનને 40 લાખ લોકો ફોલો કરવા લાગ્યા હતા.
આ વીડિયો અભિનેતા રિતિક રોશન સાથે અનેક બૉલિવુડ અભિનેતા સાથે રિયાલિટી ડાન્સ શૉના ડાયરેક્ટર સુધી પહોંચતા અરમાન રાતોરાત એક ફેમસ સેબિબ્રિટી બની ગયો હતો.
અરમાર જે રીતે રાતોરાત દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ થતાં અનેક રિયાલિટી શૉમાંથી તેને અનેક ઑફર પણ આવી છે. લૉકડાઉન હોવાને લઇને અરમાન પોતાના વીડિયો બનવાનું શરું રાખ્યું હતું.
લૉકડાઉન ખુલતા જ મુંબઈ ખાતેથી રિતિક રોશને તેને મળવા આવવાની વાત કરી હતી. વલસાડ સામાન્ય પરિવાર અને માત્ર એક રૂમમાં રહેતા અરમાને મળવા વલસાડ અને આજુબાજુના જિલ્લા લોકો મોટા પ્રમાણ આવી રહ્યા છે. જે બાદમાં અરમાર સાથે પરિવાર અને ખાસ કરીને મિત્રોમાં આનંદ જોવા મળ્યો છે.
અરમાનને પિતાને સપનામાં પણ વિચાર્યું ન હતું કે મજાક મજાકમાં બનાવેલા વીડિયોથી અરમાન આટલો પ્રસિદ્ધ થઈ જશે. વૉચમેન તરીકે નોકરી કરતા પિતા નિવૃત્ત થતા છેલ્લા બે વર્ષથી ઘરે બેઠા છે. હવે તેઓ જ્યારે બહાર નીકળે છે ત્યારે તેઓ અરમાનને પિતા તરીકે ઓળખાય છે. આ વાતને લઈને પિતા અને પુત્ર ગર્વની લાગણી અનુભવે છે.
અરમાનના માતા-પિતા સાથે તેના મોટાભાઈ અને ભાભી પણ ખુશ છે. આઠ સભ્યના પરિવારમાં અરમાનના મોટાભાઈ બેકાર અને તેના પિતા નિવૃત્ત છે. મોટાભાઈના બે દીકરા અને અરમાન પર ઘર ચાલે છે.
આથી અરમાન આગળ વધે તો પરિવારને મદદ મળી શકે છે. લૉકડાઉનને કારણે કોઈ મદદ નથી મળી પરંતુ અરમાનના વીડિયોને લઈને પરિવારને રાશન અને જમવાનું મળી રહી છે. અરમાનના વીડિયોને લઈને હજી સુધી ટિકટોક તરફથી તેને કોઈ મદદ નથી મળી.
અરમાન ખુલ્લા કે ઢીલા કપડાં પહેરીને ડાન્સ કરતો હોવાથી શરૂઆતમાં લોકોએ તેની ખૂબ મજાક ઉડાવી હતી. પરંતુ આ જ કપડાંને કારણે તેને આજે આટલી પ્રસિદ્ધિ મળી છે.
વીડિયોને લઈને લોકો અરમાનને ઓળખતા થયા છે તેનાથી અરમાનના મિત્રો પણ ખૂબ ખુશ છે. અરમાનને મિત્રો હંમેશા તેને મદદ કરવા માટે તૈયાર રહે છે. અરમાન જ્યારે વીડિયો બનાવે છે ત્યારે તેના મિત્રો હાજર રહીને તેનું મનોબળ વધારે છે.
આજે વલસાડના લોકોને તેના અરમાન પર ગર્વ છે. અરમાનની પરિસ્થિતિ જાણવા માટે લોકો દૂર દૂરથી તેને મળવા માટે આવવા લાગ્યા છે. કેટલાક લોકો તેને આર્થિક મદદ પણ કરી રહ્યા છે.
અરમાન આજે જે ઊંચાઈ પર પહોંચ્યો છે તેના કરતા વધારે ઊંચાઈ પર પહોંચે તેવી દુઆ લોકો કરી રહ્યા છે. અરમાનને મળવા આવતા લોકો સેલિબ્રિટી સાથે ફોટો પડાવતા હોય તે રીતે ફોટો પડાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

