ગુજરાતની પટેલ દિકરીને મળ્યું અમેરિકન આર્મીમાં ઉચ્ચ અધિકારીનું સ્થાન

વિસનગર તાલુકાના વાલમ ગામની વતની અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતી પૂજા સુરેશભાઇ પટેલ નામની યુવતી અમેરિકાની આર્મીમાં ટ્રેનિંગ લીધા બાદ આર્મીના ઉચ્ચ હોદ્દા માટે પસંદગી પામી છે.

વાલમ ગામની અને હાલ માતા નીરૂબેન પટેલ સાથે ન્યૂજર્સીમાં રહેતી પૂજા સુરેશભાઇ પટેલે ગેજ્યુએશન બાદ અમેરિકન સરકારમાં નેશનલ આર્મી ગાર્ડમાં કઠીન ટ્રેનિંગ બાદ ઉચ્ચ હોદ્દા માટે પસંદ થઇ છે. પૂજાના પિતા સુરેશભાઇ તેમની એક દીકરી અને દીકરા સાથે મહેસાણા ખાતે રાધાકૃષ્ણ ટાઉનશીપમાં રહે છે.

તેમના જણાવ્યા પ્રમાણે, તેમને 2 દીકરી અને 1 દીકરો છે. જેમાં પૂજાને પહેલેથી કંઇક અલગ જ કરવાની ખેવના હતી, જેથી તે ન્યૂજર્સીની કેન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ ફૂટબોલ ટીમની મેનેજર રહી હતી. ત્યારબાદ તેણીએ આર્મીમાં જવાનું વિચારતાં અલગ અલગ પરીક્ષાઓ આપી, ટ્રેનિંગ લીધી હતી.

આ દીકરીને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો