શિક્ષણ વ્યવસ્થા પર ગરમાઈ રાજનીતિ, દિલ્હીમાં ભાજપ સાંસદનો ‘આપ’ને જવાબ

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપેલા નિવેદન બાદ વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીએ રીતસરની ભાજપ સરકાર પર પસ્તાળ પાડી હતી. આખરે જીતુ વાઘાણીએ પોતાના નિવેદનનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું કહીને બચાવ કર્યો હતો. જો કે આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાએ જીતુ વાઘાણીના ગઢ એવા ભાવનગરની સરકારી શાળાઓનું રિયાલિટી ચેક કર્યું હતું. બીજી તરફ દિલ્હીથી ભાજપના સાંસદોએ પણ દેશના પાટનગરની સરકારી શાળાઓમાં રેડ પાડી હતી. આમ શિક્ષણ વ્યવસ્થા મામલે ભાજપ અને આમ આમને સામને આવી ગયા છે.

દિલ્હીની વર્લ્ડક્લાસ સ્કૂલની અસલિયત
એક તરફ મનિષ સિસોદિયા ગુજરાતની સરકારી સ્કૂલની સ્થિતિ જોવા પહોંચ્યા છે, ત્યાં બીજી તરફ દિલ્હીથી ભાજપ સાંસદ પ્રવેશ સાહિબ વર્માએ ત્યાંની સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. આ બાબતના અનેક વીડિયો તેઓએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કર્યાં છે. જેમાં જોઈ શકાય છે કે, પરવેશ વર્મા એક પછી એક સરકારી સ્કૂલની મુલાકાત લઈ રહ્યાં છે અને કહી રહ્યાં છે કે, કેજરીવાલને દિલ્હીની સ્કૂલ નથી દેખાતી. તેઓ કહીં રહ્યાં છે કે, અમે શિક્ષણનું બજેટ બે ગણું વધારી દીધુ, પરંતુ દિલ્હીની સ્કૂલોની શું હાલત છે? આપ જોઈ શકો છો.

મનિષ સિસોદિયા બિઝનેશ ક્લાસની ટિકિટ લઈને ગુજરાત જઈ રહ્યાં છે. ભાજપ સાંસદ પ્રવેશ વર્માં સરકારી સ્કૂલ આગળ લાગેલા બેનર આગળ જઈને કહી રહ્યાં છે કે, કેજરીવાલ પંજાબમાંથી નવરા જ નથી પડતા. આજે સિસોદિયા ગુજરાત પહોંચ્યા છે, જ્યારે સત્યેન્દ્ર જૈન હવાલાનો ધંધો કરી રહ્યાં છે. કેજરીવાલે માત્ર કરોડો રૂપિયાની જાહેરાતો આપીને દિલ્હીવાસીઓને ગેરમાર્ગે જ દોર્યા છે.

આટલું જ નહીં, અન્ય એક ટ્વીટમાં સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓ જ દિલ્હીના શિક્ષણ મૉડલની પોલ ખોલી રહ્યાં છે. વર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતાં લખ્યું છે કે, ના શિક્ષક, ના અભ્યાસ, ના પાણી.. વિદ્યાર્થીઓ ખુદ બતાવી રહ્યાં છે, દિલ્હીની સ્કૂલોની અસલિયત.

અન્ય એક ટ્વીટમાં વીડિયો સાથે તેઓ કહી રહ્યાં છે કે, દિલ્હીની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યાં છે. શું આપ નેતાઓ પોતાના બાળકોને આ સ્કૂલોમાં અભ્યાસ કરવા મોકલશે?

27 વર્ષમાં સરકારે શું કાર્ય કર્યું તે જોવા આવ્યો છું:સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ભાવનગરના હાદાનગર પ્રાથમિક શાળા નંબર 62ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું હતું કે, જે લોકોને અહીંની શાળામાં ના ફાવે, તે બીજા રાજ્યમાં જતાં રહે. આથી મને લાગ્યું કે, ગુજરાતનું શિક્ષણ કેવું છે? તે મારે જાણવું પડશે. છેલ્લા 27 વર્ષમાં ભાજપની સરકારે શું કામ કર્યું, તે જોવું પડશે. આથી જ મેં આજે શિક્ષણ મંત્રીના વિધાનસભા વિસ્તારની સરકારી શાળાની મુલાકાત લીધી હતી. અહીં સ્કૂલની બિલ્ડિંગ જર્જરિત છે.

જીતુ વાઘાણીના સમર્થકો સોશિયલ મીડિયામાં મેદાને, આપને અપાયો જવાબ
મનિષ સિસોદિયાની ગુજરાત મુલાકાત સમયે જ જીતુ વાઘાણીના સમર્થકો સોશિયલ મીડિયામાં મેદાનમાં આવી ગયા છે. અગાઉ જર્જરિત શાળાની બિલ્ડિંગ તેમજ તડકામાં અભ્યાસ કરતાં બાળકોના દ્રશ્યો સામે આવ્યા બાદ હવે સોશિયલ મીડિયામાં “મારી શાળા, મારું ગૌરવ” નામે સારી શાળાઓની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યાં છે.

ભાવનગર શિક્ષણ સમિતિના સભ્યો અને પદાધિકારીઓએ પણ સોશિયલ મીડિયામાં સારી શાળાઓની તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે. આમ આ રીતે આપને ભાજપ દ્વારા જવાબ આપવામાં આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો