પોલીસે માનવતાની અનોખી મિશાલ રજૂ કરી, એમ્બ્યુલન્સ ના પહોંચી શકી તો પોલીસકર્મીઓ વૃદ્ધાને ખાટલામાં સૂવડાવીને 3 કિમી ચાલ્યા

ઉત્તર પ્રદેશ પોલીસ ભલે વારેઘડીએ બદનામ થતી હોય પણ કેટલાક એવા પોલીસકર્મીઓના કારણે લોકોનો ખાખી પર ભરોસો જળવાઈ રહ્યો છે. ઈટાવા પાસે આવેલા કાયંછી ગામમાં જઈને પોલીસે જે રીતે 75 વર્ષીય વૃદ્ધાને મદદ કરીને દવાખાને દાખલ કરાવ્યાં હતાં તેનો વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો. પૂરમાં ફસાયેલા ગામમાં આ મહિલાને તત્કાળ જ દવાખાને દાખલ કરવાં પડે તેવી નોબત આવી હતી. જો કે, ચારેબાજુ પાણી અને રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા હોવાથી એમ્બ્યુલન્સ પણ ગામથી ત્રણેક કિમી દૂર ઉભી રાખવી પડી હતી.

આખી ઘટનાની જાણ પોલીસકર્મીઓને થતાં જ તેઓ તરત જ મદદે પહોંચ્યા હતા. પરિસ્થિતીની ગંભીરતા જોઈને તરત જ તેમણે 75 વર્ષીય વૃદ્ધાને ખાટલામાં સૂવડાવીનેએમ્બ્યુલન્સ સુધી ચાલવાનું શરૂ કર્યું હતું. અંદાજે ત્રણ કિલોમીટર સુધી ખભે ખાટલો લઈને તેઓએ ચાલીને આ રસ્તો પસાર કર્યો હતો. એમ્બ્યુલન્સ સુધી મહિલાને પહોંચાડ્યા બાદ જ તેમણે રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે જે રીતે માનવતાની આ અનોખી મિશાલ રજૂ કરી હતી તે જોઈને વૃદ્ધાનો પરિવાર પણ ગદગદિત થઈ ગયો હતો.

આ આખી ઘટનાનો વીડિયો પણ ઈટાવા પોલીસે તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરીને આ પોલીસકર્મીઓના વખાણ કર્યા હતા. સાથે જ તેમનું સન્માન કરવાની પણ જાહેરાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો