પોલીસે વિદ્યુત વિભાગના સુપરવાઇઝરને હેલ્મેટનો દંટ ફટકારતા, સુપરવાઇઝરે પોલીસ સ્ટેશનનો વીજ પુરવઠો જ કાપી નાખ્યો

ઉત્તર પ્રદેશના આગ્રામાં બે સરકારી કર્મચારી એકબીજા સાથે બાખડી પડ્યાનો અજીબ કિસ્સો બન્યો હતો.

વીજળી વિભાગનો એક સુપરવાઇઝર મંગળવારે સાંજે પોતાના ટુ વ્હીલર પર નીકળ્યો હતો. એણે હેલ્મેટ પહેરી નહોતી એટલે ટ્રાફિક પોલીસે એને ઝડપી લીધો અને એના નામે દંડની રસીદ ફાડી. પેલાને એટલો બધો ગુસ્સો આવ્યો કે એણે એ વિસ્તારના સબ-સ્ટેશન પાસે જઇને પોલીસ સ્ટેશનનો વીજ વ્યવહાર જ કાપી નાખ્યો. પોલીસ સ્ટેશનમાં બ્લેક આઉટ થઇ ગયો. લગભગ ચાર કલાક સુધી પોલીસ સ્ટંશન અંધકારમાં સબડતું રહ્યું. પછી પોલીસ અધિકારીઓએ તપાસ કરાવી ત્યારે ખબર પડી કે કોઇએ પાવર કટ કરી નાખ્યો હતો. વધુ તપાસ કરતાં પેલા સુપરવાઇઝરે ગુસ્સામાં આમ કર્યું હોવાની જાણ થઇ હતી.

તસવીર પ્રતિકાત્મક છે.

આ સુપરવાઇઝર શ્રીનિવાસે મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ફરજ પરના પોલીસ ઇન્સ્પેક્ટરે મને 500 રૂપિયાનો દંડ કર્યો. મેં વીજળી વિભાગના એંજિનયર સાથે વાત કરાવી તો પણ એ પોલીસ અધિકારી માન્યો નહીં. આ પોલીસ સ્ટેશનનું વીજળીનું બિલ બાકી છે. મને કાયદો દેખાડનારા ઇન્સ્પેક્ટરને મેં કાયદો દેખાડ્યો અને વીજળીનું બિલ ભર્યુ નથી એમ કહીને પોલીસ સ્ટેશનનો વીજ પુરવઠો કાપી નાખ્યો. બીજીવાર મને કાયદો દેખાડતાં વિચાર કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો