શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો, ચોટીલામાં શાળા સંચાલક રાત્રે દારૂ પીને ગર્લ્સ હોસ્ટેલમાં જતો અને પછી…

ગુજરાતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચોટીલાની કમલ વિદ્યાલયની ધો. 10ની વિદ્યાર્થિનીએ શાળા સંચાલકે કરેલી અણછાજતી માગણીનાં ત્રાસથી ડાબા હાથ ઉપર પતરીનાં ચેકાં મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રોષે ભરાયેલાં વાલીઓનાં ટોળાંએ હોસ્ટોલમાં તોડફોડ કરી હતી. મોડી સાંજે વાલીઓએ ચોટીલા નેશનલ હાઈ-વે પર આગજની અને ચક્કાજામ કરી કેટલીક એસટી બસમાં પણ તોડફોડ કરી હતી.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, ચોટીલાથી થાન તરફ જતાં રસ્તા પર આવેલાં કમલ વિધાલય ખાતે ગ્રામ્યવિસ્તારો તેમજ બહાર ગામથી ઉચ્ચ અભ્યાસ માટે આવતાં બાળકોને રહેવા માટે હોસ્ટેલની સગવડ અપાઈ છે. હોસ્ટેલમાં ધો. 1 થી 12ની 120 જેટલી વિદ્યાર્થિની રહે છે. મંગળવારે એક વિદ્યાર્થિનીએ વાલીને ફોન કરીને જાણ કરી કે અમારી હોસ્ટેલમાં રાત્રે શાળાના સંચાલક બી. કે. ભટ્ટી દારૂ પીને આવે છે અને વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક છેડછાડ કરે છે. અને બાદમાં સાવ જ ગંદી માંગણીઓ કરે છે.

સંચાલકની અઘટિત માંગણીઓથી કંટાળેલી ધો.10ની વિદ્યાર્થિનીએ ડાબા હાથ પર પતરી અથવા તીક્ષ્ણ હથિયારથી ચેકા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થિનીને ચોટીલા હોસ્પિટલ લઈ જવાઈ હતી. સારવાર બાદ તેણીને ચોટીલા પોલીસમથકે રાખવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં વાલીઓ ગુસ્સે ભરાઈને શાળાની ઓફિસ તેમજ અન્ય સ્થળોએ તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો.

સમગ્ર મામલાની ચોટીલા પોલીસને જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. શાળાના સંચાલક સામે વિદ્યાર્થિનીઓ હિંમત કરીને તેની કરતૂતો પોતાના વાલીઓને જણાવી હતી. પરિણામે વિદ્યાર્થીઓ સાથે છેડતી અને બિભત્સ માંગણી કરનાર શાળાના સંચાલક બી. કે. ભટ્ટી ફરાર થઇ ગયો હોવાનું બહાર આવ્યુ છે. ખાનગી સ્કૂલમાં બનેલી આવી ઘટનાથી વિદ્યાર્થિનીઓના વાલીઓએ ફિટકાર વરસાવ્યો હતો. જ્યારે અમુક વાલીઓ પોતાની બાળાઓની ચિંતા કરીને હોસ્ટેલમાંથી પરત ઘેર લઇ ગયા હતા. અને સંચાલક સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો