ગરીબ પરિવારમાં જન્મેલ પોલીયોગ્રસ્ત દીકરાએ સખત મહેનતથી તબીબ બની પરિવારને પગભર કર્યો

સામાન્ય પરિવારમાં જન્મેલ બાળકને દોઢ વર્ષની ઉંમરે જ પોલિયોગ્રસ્ત થતા પરિવારને ચિંતા હતી કે મારા બાળકનું ભવિષ્ય કેવું હશે ? આજ બાળકે નાનપણમાં નક્કી કર્યું કે મારે મોટા થઈ ડોક્ટર બનવું છે. કપરી આર્થિક પરિસ્થિતિનો સંઘર્ષ કરી સપનું સાકાર કર્યુ અને આજ બાળક મોટો થઈ તબીબી ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી ડો. શબ્બીર રાજકોટવાલા નામાંકિત ડોક્ટરની હરોળમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરી પરિવારને પગભર કર્યો છે.

ડોક્ટર બનવાની જીદ સાથે આગળ વધતા રહ્યા

હાલ બારડોલીમાં રહેતા વ્હોરા સમાજના હુશેની રાજકોટવાલા જેમને ભણવાની દ્રઢ ઈચ્છા પરંતુ આર્થિક સ્થિતિને કારણે ભણી ન શક્યા. જોકે, તેમણે નિશ્ચિય કર્યો કે મારા બાળકોને ભણાવીશ. આ ઈચ્છા શક્તિ સાથે તેઓ બાળકોનું ભરણ પોષણ કરી રહ્યા હતાં. તેમના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી હતી. જેમાં સૌથી નાના બાળક એવા શબ્બીર દોઢ વર્ષની વયે જ પોલીયાનો શિકાર થયો હતો. એક બાજુ પરિવારની આર્થિક સ્થિતી કપરી અને તેમાં બાળકને ગંભીર બીમારીને કારણે પરિવાર ચિંતિત રહેતું હતું કે, શબ્બીરનું ભવિષ્ય શું ? પરંતુ માતા પિતાએ બાળકોના ભરણપોષણમાં કોઈ કચાસ ન રાખી. સમયના વહેણ વહેતા ગયા માતા-પિતાના સંસ્કાર અને દેખભાળે શબ્બીરના હોંસલાને બુલંદ રાખ્યા હતા. ખુદને પોલિયો થયો હોવા છતાં ક્યારેય લાચારી મહેસુસ કરી નથી કે કોઈ આગળ પોતાની કથની વ્યક્ત ન કરી ડોક્ટર બનવાની જીદ સાથે અડી આગળ વધતા રહ્યા હતા.

પરિવારની સ્થિત સુધારવા 18-18 કલાક સુરતમાં નોકરી કરી

શબ્બિર રાજકોટવાલાએ ડોક્ટર બનવું હોય જેની ઈચ્છા પૂર્ણ કરવા પિતા હુશેની રાજકોટવાલે પેટે પાટા બાંધીને પોતાના બાળકના અભ્યાસમાં મદદરૂપ થયા હતા. ઓપન કેટેગરીમાં દીકરાને રાજકોટ ખાતે MBBSમાં એડમિશન મળ્યું છતાં પિતાને બાળકની ચિંતા હતી, પરંતુ શબ્બીર પરિવારની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હોય MBBSના અભ્યાસ બાદ પરિવારની સ્થિત સુધારવા 18-18 કલાક સુરતમાં નોકરી કરી હતી. ત્યારબાદ જુનાગઢ ખાતે MDમાં પ્રવેશ મેળવી ઉત્તીર્ણ થઈ આજે ડો. શબ્બીર રાજકોટવાલા નામાંકિત ડોક્ટરની હરોળમાં સ્થાન ધરાવે છે. બારડોલી ખાતે લાઈફલાઈન હોસ્પિટલ કાર્યરત કરી છે. જે જોઈ પિતા સહિત પરિવારે હાશકારો અનુભવ્યો છે. જે પોલીયોગ્રસ્ત બાળકની પરિવારને ચિંતા હતી તે બાળકે પરિવારને પગભર કર્યો છે.

ભોજનના પૈસા બચાવવા રોજ 11 કિમી સાઇકલ ચલાવી

ડો. શબ્બીર જ્યારે એમબીબીએસમાં રાજકોટ ખાતે અભ્યાસ કરતાં હતાં ત્યારે તેમની પરિવારની આર્થિક સ્થિત કપરી હોય ભોજનના પૈસા બચાવવા માટે તેઓ રોજ 11 કિમી સાયકલ ચલાવી જમવા જતાં હતાં. આ દરમિયાન 3 વર્ષ તેઓ માત્ર એક ટાઈમ ભોજન કર્યું હતું અને સ્કોલરશીપના પૈસા ઘરે પરિવારની આર્થિક મદદ માટે મોકલતા હતાં. ઉપરાંત એમડીની ડિગ્રી મળી ત્યાં સુધી પોતાનું થેટેસ્કોપ પણ વસાવ્યું ન હતું. બાદમાં નોકરીએ લાગ્યા ત્યારે મિત્રએ પહેલું થેટેસ્કોપ ભેટમાં આપ્યું હતું.

હું જે કઇં છું તે પરિવારની દેનઃ ડો. શબ્બીર

આ અંગે ડો. શબ્બીર રાજકોટવાલાએ જણાવ્યું કે મને પોલીયો થયો છે તેવો અહેસાસ મારા પરિવારે મને કરવા દીધો નથી. સામાન્ય બાળક તરીકે મારી પરવરીસ કરી મારો જુસ્સો વધારતા રહ્યા. હું આજે જે કંઈ પણ છું તે મારા પરિવારના સંસ્કારની દેન છે.

દર ગુરૂવારે ફ્રી ઓપીડી

ડો. રાજકોટવાલાએ બારડોલીમાં હોસ્પિટલ કાર્યરત કરી ત્યારથી દર ગુરૂવારે ગરીબ દર્દીઓ માટે ફ્રી ઓપીડી રાખે છે. અત્યાર સુધીમાં 30,000 કરતાં વધુ દર્દીઓને ફ્રી ઓપીડીમાં સારવાર આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો