અમદાવાદમાં હેલ્મેટ વગર અને મોબાઈલ ફોન પર વાત કરતા પોલીસકર્મીનો ફોટો વાઇરલ થતા ટ્રાફિક પોલીસે 1100નો દંડ ફટકાર્યો

જો રસ્તા પર કોઈ સામાન્ય વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરે છે, તો રોડ પર ઉભેલા ટ્રાફિકના પોલીસકર્મીઓ તરત જ રોડ પર દોડી દંડ ફટકારે છે. આડેધડ પાર્કિગને લઈને પણ વાહનો પણ ટૉ કરી લે છે. નિયમ ભંગ કરતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી પર સવાલ ઉભા થાય છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક પોલીસકર્મી ચાલુ બાઈક પર હેલ્મેટ વગર અને ફોન પર વાત કરતા હોવાનો ફોટો વાઇરલ થયો હતો. શહેર ટ્રાફિક પોલીસ સુધી આ ફોટો પહોંચી જતા નંબરના આધારે વિશ્વાસ રાઠોડ નામના એલઆરડી જવાનને 1100નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસે આપેલા મેમામાં વોટ્સએપ ગૃપમાં વાયરલ થયો તેના આધારે દંડ વસૂલ્યો તેવી નોંધ પણ કરવામાં આવી છે.

પહેલા પણ આવો કિસ્સો બન્યો હતો

આ ફોટો વાઇરલ થતા જ ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તેને દંડ ફટકારવા આદેશ કર્યો હતો. ઓઢવ રિંગ રોડ પર ફરજ બજાવતા PSI આઈ.બી. ગામીતે વિશ્વાસને ચાલુ ફોન પર વાત કરવા બદલ 1000 અને હેલ્મેટ વગરનો 100 તેમ કુલ 1100નો મેમો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટમાં એક મહિલા પોલીસકર્મી પણ ફોન પર વગર હેલ્મેટ વાત કરતી હોવાનો વિડીયો વાઇરલ થતા તેને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો