જામનગરમાં તક્ષશિલા જેવી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ, એક પોલીસકર્મીએ દિલધડક રીતે 10 બાળકોના જીવ બચાવ્યા

સુરતનો તક્ષશિલાકાંડ આજે પણ અનેક લોકોની આંખોમાં ઝળઝળિયાં લાવી દે છે. આજે પણ આગમાં હોમાઈ ગયેલાં અને કોમ્પલેક્ષમાંથી કૂદતાં મારતાં એ બાળકો આજે પણ માનસપટ પર તરી આવે છે. તેઓને યાદ કરીને કાળજું કંપી ઉઠે છે. ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના બનવા છતાં પણ તંત્ર કે લોકો કોઈ શીખ મેળવવા તૈયાર નથી. જામનગરમાં આવી જ એક ઘટના સર્જાતાં રહી ગઈ હતી. જામનગરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલાં રાધે એવન્યુ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગતાં ટ્યુશન ક્લાસના બાળકો ફસાઈ ગયા હતા. જો કે એક પોલીસકર્મીની હિંમતથી 10 બાળકોનો જીવ બચી ગયો હતો.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, જામનગરની જી.જી.હોસ્પિટલની સામે આવેલ દાંડિયા હનુમાન મંદિર પાસે આવેલા રાધે એવન્યુ કોમ્પલેક્ષમાં બપોરે 12:30 કલાકના અરસામાં ડો.બત્રાની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જોત-જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતાં આજુબાજુમાં આવેલી ઓફિસ-દુકાનોમાં પણ જોખમ ઉભું થયું હતું. ચોંકાવનારી બાબત તો એ હતી કે, બાજુમાં જ ગ્રેવિટી ટ્યુશન કલાસ ધમધમતું હતું. જેમાં ભણવા આવેલાં અનેક બાળકો પોતાના અભ્યાસના બુક્સ, બેગ મુકી જીવ બચાવીને ભાગ્યા હતાં.

જો કે, આ સમયે જામનગર LCBમાં ફરજ બજાવતાં અજયસિંહ ઝાલા નામનાં પોલીસકર્મી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીનીઓને રડતાં જોઇને સીધા બાજુમાં આવેલ દુકાનના છજા પર માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો જીવ બચાવવા ચઢી ગયા હતા. પોલીસકર્મીની આવી હિંમત જોઇને અન્ય કેટલાંક આસપાસના સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં સાથે જોડાયા હતા. અને એક બાદ એક એમ આગને કારણે પહેલા માળ પર ફસાયેલાં દસ વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જો સમયસર પોલીસકર્મી અને સ્થાનિકો પહોંચ્યા ન હોત અને હિંમત ના દાખવી હોત તો કેટલાય વિદ્યાર્થીઓને ભાગીને જીવ બચાવવો મુશ્કેલ બની જાત. ઘટનાને પગલે બે ફાયર ફાઇટરો દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

જામનગરમાં મહાપાલિકાની ઢીલી નીતિના પાપે જીડીસીઆર અને ફાયર સેફટીના નિયમોનો સરાજાહેર ઉલાળિયો કરવામાં આવે છે ત્યારે આજે વધુ એક આગની દુર્ઘટના સર્જાઈ હતી. જો કે, ફાયર અને પોલીસમેનની સમયસૂચકતાના કારણે સુરતનો તક્ષશિલાકાંડ થતાં સ્હેજમાં અટક્યો હતો. પણ સુરત તક્ષશિલાકાંડ બાદ થોડા દિવસો ગુજરાતના તમામ જિલ્લાઓનું તંત્ર સફાળું જાગ્યું હતું. પણ હવે લાગે છે કે આ જાગેલું તંત્ર પાછું સૂઈ ગયું છે. અને હવે કોઈ નવા બનાવ કે દુર્ઘટનાની રાહ જોઈને બેસ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો