મોરબીના ટંકારામાં પોલીસકર્મી પૃથ્વીરાજ સિંહે બે બાળકીઓને પોતાના ખભા પર બેસાડી એક કિ.મી. કરતા વધુ ચાલીને બચાવી

રાજકોટ સાથે મોરબી અને ટંકારામાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે ટંકારા પોલીસ પૂર પીડિતોની મદદે આવી હતી. ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા(કોયલી)એ ખભા પર બાળકોને બેસાડીને કેડસમા પાણીમાંથી સલામત સ્થળે ખસેડ્યા હતા. આ દરમિયાન પૃથ્વીરાજસિંહ લગભગ એક કિલોમીટરથી વધુ પાણીમાં ચાલ્યા હતા. માત્ર એટલું જ નહીં, જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળતું હતું, ત્યારે ભયભીત થયેલા લોકોને પોલીસ પૂરમાંથી ઉગારતી જોવા મળી હતી.

મોરબીમાં રેસ્ક્યુ કરતા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોન્સ્ટેબલે જીવના જોખમે બાળકીઓને બચાવી હોવાનુ સામે આવ્યુ છે. પોલીસના જવાને ખભા પર બાળકોને લઈને પાણીના ધસમસતા વહેણમાં બાળકોને બચાવ્યા હતા.

ભારે વરસાદ વચ્ચે NDRF અને પોલીસ દ્વારા કસ્તુરબા ગાંધી સ્કૂલની 43 વિદ્યાર્થીનિઓનું રેસ્ક્યુ કરાયું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ બે બાળકીને બચાવી હતી. 9 શિક્ષકોને પણ સ્કૂલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ભારે વરસાદથી સ્કૂલની ચારેય બાજુ પાણી ભરાઇ ગયા હતા. જેમાંથી તમામને બચાવાયા છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રની શાનદાર કામગીરી સામે આવી છે.

મહત્વનું છે કે, મોરબી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા મોરબી જિલ્લા તંત્ર અલર્ટ થયું છે. ત્યારે જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં બચાવ કામગીરી માટે એક NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.

કુદરતી આફત સામે પોલીસે બાથ ભીડી

આ સિવાયના પોલીસ કર્મીઓ લોકોને ખભે બેસાડી અથવા તો હાથ પકડીને રેસક્યુ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મીઓને પગમાં ઈજા પણ પહોંચી હતી. પરંતુ કુદરતી આફત સામે પોલીસે હિંમત હાર્યા વિના બાથ ભીડીને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો