બસ ડ્રાઇવર અને કંડક્ટરને પોલીસકર્મીએ બતાવ્યો ‘ખાખીનો રૂઆબ’, ભાડાને લઈ કંડક્ટર અને ડ્રાઇવરને આપી ગાળો, બેલ્ટ કાઢી ધમકાવ્યા, વિડિયો વાયરલ થયો

રાજસ્થાન (Rajasthan)ના પાટનગર જયપુર (Jaipur)માં લો ફ્લોર બસમાં સવાર એક પોલીસકર્મી (Policeman)નો વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, જેમાં તે બસના ડ્રાઇવર (Bus Driver) અને કંડક્ટર (Conductor)ની સાથે કોઈ વાતને લઈ ઝઘડો કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી કેવી રીતે કંડક્ટરને ગાળો બોલી રહ્યો છે અને પોતાનો બેલ્ટ ઉતારીને ધમકી આપો રહ્યો છે. મળતી માહિતી મુજબ ભાડાને લઈને વિવાદ ઊભો થયો હતો.

મૂળે, ભાડું આપ્યા વગર મુસાફરી કરવાને લઈ અનેકવાર પોલીસકર્મીઓ પર આરોપ લાગતા રહે છે. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર આ આરોપોની સાથે એક વીડિયો પણ વાયરલ થયો છે. તેમાં પોલીસકર્મી બસ ડ્રાઇવર અને કંડક્ટર સાથે ઝઘડો કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે તેને ડ્રાઇવરે ઉતાર્યો છે અને તે પોલીસકર્મીને કહી રહ્યો છે કે ખોટું બોલતો નથી અને ખોટું સાંભળતો પણ નથી. આપને પહેલા કહ્યું છે કે અમને તેની પરવાનગી નથી. ત્યારબાદ પોલીસકર્મી ડ્રાઇવર સામે દલીલો કરતો જોવા મળે છે અને તે કહી રહ્યો છે કે યૂનિફોર્મની અકડની વાત નથી અને હું તેને ઉતારીને પણ બતાવી શકું છું.

ત્યારબાદ પોલીસકર્મી અપશબ્દો પણ બોલી રહ્યો છે અને બેલ્ટ પણ ઉતારી રહ્યો છે. સાથોસાથ બસ ડ્રાઇવર તેને ગાળો ન બોલવાની ચેતવણી પણ આપે છે. આ વીડિયો વાયરલ થયા બાદથી જયપુર સિટી ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડના ડ્રાઇવર અને કંડક્ટર સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે અનેકવાર પોલીસકર્મી ટિકિટ લીધા વગર મુસાફરી કરે છે અને આવી રીતે ઝઘડો કરે છે.

વીડિયોની સાથે એક જૂનો પત્ર પણ વાયરલ થઈ રહ્યો છે જે વર્ષ 2020માં રોડવેઝના તત્કાલીન MDએ જયપુર પોલીસ કમિશ્નરને લખ્યો હતો. તેમાં પોલીસકર્મીઓ દ્વારા JCTSLની બસોમાં ટિકિટ વગર મુસાફરી કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે કેટલાક પોલીસકર્મી સ્ટાફ કહીને ટિકિટ વગર મુસાફરી કરે છે અને ભાડુ માંગવામાં આવતા મેમો ફાડવાની ધમકી આપે છે. એવામાં પોલીસકર્મીઓને સૂચિત કરવામાં આવે કે તેઓ નિયમ મુજબ ભાડું આપીને મુસાફરી કરે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો