અમદાવાદમાં નાના વેપારીઓ પાસેથી મફતમાં ફટાકડા લેતા હોવાનો પોલીસનો વીડિયો વાઇરલ

દિવાળીના તહેવાર આવતાની સાથે સાથે જ મફતની લહાણી પોલીસ માટે શરૂ થઈ જાય છે. નાના નાની લારી અને વેપારીઓ પાસેથી મફતમાં ફટાકડા અને મીઠાઈ જેવી વસ્તુઓ સાહેબોના નામે ઘર ભેગી કરે છે. આવો જ એક વીડિયો અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની પીસીઆર વાનનો થયો છે.

પોલીસ ફટાકડા મામલે તપાસ કરશે

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.આર. ચૌધરીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરવામાં આવશે. તમામ પીસીઆર વાનના કર્મચારીઓને બોલાવી પૂછપરછ કરી જવાબ લેવામાં આવશે અને તેનો રિપોર્ટ ઉપરી અધિકારીને મોકલવામાં આવશે.

વીડિયો નરોડાના નામે વાઈરલ થયો પણ નીકળ્યો કૃષ્ણનગરનો

વીડિયોમાં પીસીઆર વાનના પોલીસકર્મી ફટાકડાના વેપારી પાસેથી ફટાકડા લેતા દેખાય છે. વીડિયો નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન હોવાનો ઉલ્લેખ છે, પરંતુ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની પીસીઆર વાન હોવાનું બહાર આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close