અમદાવાદ બાદ સુરતમાં પણ મહિલા સુરક્ષાને લઈને પોલીસની અનોખી પહેલ, હવે રાત્રે યુવતીઓને ઘરે મૂકી આવશે

રાજ્યમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં યુવતી અને સગીરાઓ પર બળાત્કારની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી પ્રકાશમાં આવી રહી છે અને તેને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. દીકરીઓ ઘરની બહાર જાય એટલે તેમના માતા-પિતાને દીકરીની ચિંતા સતાવી રહી છે, ત્યારે અમદાવાદ બાદ સુરતમાં યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇને પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેનાથી રાત્રિના સમયે પણ યુવતીઓ કે મહિલાઓ સુરક્ષિત પોતાના ઘરે પહોંચી શકશે.

હેલ્પલાઈન પર મદદ માંગી શકાશે

સુરત પોલીસ દ્વારા એક નવી સેવા શરૂ કરવામાં આવી છે. કામ પરથી કે કોઈ અન્ય કારણે મોડી રાત્રે ઘરે જતી યુવતી કે મહિલાઓને કોઈ ટેક્સી, રીક્ષા કે બસ જેવા વાહન ન મળે તો મહિલાએ આ બાબતે પોલીસના કંટ્રોલરૂમના 100 નંબર અથવા તો મહિલા અભયમ હેલ્પલાઈન નંબર 181 પર ફોન કરીને જાણકારી આપવાની રહેશે. મહિલા કે યુવતીના ફોન કર્યા પછીના થોડા સમયમાં તેણે આપેલા લોકેશન પર પોલીસની PCR વાન પહોંચી જશે અને યુવતીને કોઈપણ પ્રકારના ડર વગર સુરક્ષિત તેના ઘરે મુકી આવશે.

રાત્રિના 10થી સવારના 6 સુધી સેવા

પોલીસ કમિશનરની યાદીમાં જણાવાયું છે કે અગત્યના સંજોગામાં મહિલા પાસે વાહનની સગવડ ન હોય, તાત્કાલિક વહાનની વ્યવસ્થા ન થાય તેમજ રસ્તામાં વાહન બગડી જાય તો રાત્રિના 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી સંપર્ક કરશે તેમને રહેઠાણના સ્થળ સુધી પહોંચાડવામાં આવશે. આ સિવાય પણ રોડ ઉપરથી પોલીસ મોબાઈલ વાન જતી હોય અને તેમની પાસે મહિલાઓ મદદ માંગે તો મહિલાઓને સુરક્ષીત પહોંચડવા મદદ કરાશે તેમ જણાવવામાં આવ્યું છે.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો