વડોદરા પોલીસની દાદાગીરી: મફતમાં ડુંગળી ન આપનાર પથારાવાળાને પોલીસે ધોઈ નાખ્યો; તેની ફરિયાદ લેવાની જગ્યાએ ઉલટાના તેના પર કર્યો કેસ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં મામલતદાર કચેરીના ફૂટપાથ પર પથારાધારકે મફતમાં ડુંગળી નહીં આપતાં પોલીસે તેને ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ થયા છે. બનાવ અંગે પથારાધારકની ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસે તેની સામે માસ્ક નહીં પહેર્યું હોવાના અને પોલીસની કામગીરીમાં રુકાવટનો ગુનો નોંધ્યો હતો. મોડી રાત્રે વેપારીને પોલીસે છોડી દીધો હતો અને વિવાદ વધી જતા સમાધાનના પ્રયાસો શરૂ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસ જવાનોએ ઢોરમાર માર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનો ગણેશ સોનકર સમા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીના ફૂટપાથ પર ડુંગળી, બટાટા અને મગફળીનો પથારો ચલાવે છે. તેના જણાવ્યા પ્રમાણે, પોલીસના જવાનોએ તેને ઢોરમાર માર્યો હતો. બે દિવસ પહેલાં ત્યાં આવેલા પોલીસકર્મચારીઓએ 1 કિલો મગફળી લીધી હતી અને પૈસા આપ્યા વગર વિના રવાના થયા હતા. જોકે બુધવારે તેઓ પરત આવ્યા હતા અને 20 કિલો ડુંગળી માગી હતી.

પડતર કિંમત આપવાનું કહેતાં જવાનો ઉશ્કેરાયા
ડુંગળીની પડતર કિંમત આપવા જણાવતાં જ પોલીસે તેને પૈસા નથી એમ કહ્યું હતું અને પેટ અને બરડાના ભાગે માર માર્યો હતો. બનાવ બાદ પોલીસ તેને સમા પોલીસ મથક ખાતે લઇ આવી હતી, જ્યાં તેની ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસે માસ્ક નહીં પહેર્યું હોવાનું અને પોલીસની કામગીરીમાં અડચણ રૂપ થયો હોવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આક્ષેપોની તપાસ થશે
ગણેશે માસ્ક નહીં પહેર્યું હોવાથી પીસીઆર વાનના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈએ તેનો ફોટો પાડી માસ્ક પહેરવા કહ્યું હતું, પરંતુ તેણે પોલીસની કામગીરીમાં અવરોધ ઊભું કરતાં કાર્યવાહી કરી છે. વાઈરલ વીડિયો-આક્ષેપની તપાસ કરી કાર્યવાહી કરશે.> ભરત રાઠોડ, ACP.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો