દીવમાં એન્ટ્રીના નામે પોલીસ 60 રૂપિયા વધુ ખંખેરતી હોવાની જાગૃત નાગરિકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી, જુઓ વીડિયો

દીવમાં એન્ટ્રીના નામે પોલીસ વધુ રૂપિયા ખંખેરતી હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિકે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં નોંધાવી છે. રાજકોટની બસના દીવમાં એન્ટ્રીના 140 રૂપિયા લેવામાં આવ્યા હતા. ઉપરાંત વધુ 60 રૂપિયા એન્ટ્રીના નામે પોલીસ લેતી હોવોનો આક્ષપ એક નાગરિકે કર્યો છે. દરરોજ હજારો પ્રવાસીઓ પાસેથી એન્ટ્રીના નામે ઉઘરાણા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ અંગે નાગરિક દ્વારા વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે.

લાંચિયા અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ

ગ્રાહક સુરક્ષામાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની શાળાના બાળકો પ્રવાસ માટે ગત 12 ડિસેમ્બરના રોજ સવારે સાડા ચાર વાગ્યે દીવ ગયા હતા. ત્યારે દીવ ચેક પોસ્ટ પર જીજે 16 વાય 9161 નંબરની બસ દીવ જવા માટે પહોંચ નંબર 31થી ફી પેટે 140 અને વધુના 60 રૂપિયા એમ 200 રૂપિયા પોલીસ દ્વારા લેવામાં આવ્યા હતા.

વીડિયોમાં પોલીસ બોલે છે કે 60 રૂપિયા વધુ અમે એન્ટ્રી ફી લઇએ છીએ. તેના માટે અમે ડ્રાઇવરનું લાયસન્સ અને ગાડીઓ ચેક કરતા નથી. પોલીસ લાંચ લઇને કોઇ આતંકવાદી અથવા પ્રવાસીઓને નુકસાન કરવા માટે દીવમાં આવારા તત્વો ઘૂસી જશે અને તેઓની ગાડી લાંચ લેવાના કારણે ચેક નહીં કરે. જેથી ન જોઇ હોય તેવી મોટી દુર્ઘટના બની શકે તેની જવાબદારી કોની રહેશે? આથી આવા લાંચિયા અધિકારીઓનો વીડિયો રેકોર્ડિંગ તપાસીને સલામતી સાથે ચેડા કરતા અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો