હોસ્પિટલ જઇ રહેલા શીખ દંપતિએ રોંગ સાઇડમાં જતા ટ્રાફિક પોલીસે રોક્યા, પછી દંપતિએ દવાખાનામાં ચૂકવવાના 1500 રૂપિયા દંડ પેટે આપવા પડ્યા પોલીસને

વડોદરા શહેરના માણેક પાર્ક ચાર રસ્તા પાસે રોંગ સાઇડ શીખ દંપતિ રોંગ સાઇડ નીકળતા ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. અને રોંગ સાઇડનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી. દંપતિએ હોસ્પિટલમાં જવાનું કારણ દર્શાવ્યું હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક નિયમોનું પાલન કરવા માટે મજબૂર કર્યાં હતા. વાહન ચાલક સરદારજીએ પોતાની પાસે પૈસા ન હોવાની આજીજી કરવા છતાં ટ્રાફિક પોલીસે બાઇક જપ્ત કરીને દંડની કાર્યવાહી હાથ ધરી હતી.

સરદારજીને એક હજારનો દંડ ફટકાર્યો

શીખ દંપતિએ પોલીસને આજીજી કરતા જણાવ્યું હતું કે, અમારે હોસ્પિટલમાં જવાનું હોવાથી ઉતાવળે રોંગ રાઇડ પર આવી ગયો છું. હવેથી બીજીવાર ભૂલ નહીં કરૂં. દંપતિની કાકલુદી છતાં આજથી શરૂ થયેલા નવા નિયમનો કડકાઇથી અમલ કરાવવા માટે કોઇ બાંધછોડ કરી ન હતી. દંપતિ પાસે દંડ માંગતા પોતાની પાસે હાલ નાણાં ન હોવાનું જણાવતા કાર્યવાહી હાથ ધરતા સરદારજીએ હોસ્પિટલના સારવાર માટે રાખેલા નાણાં દંડ પેટે 1500 રૂપિયા આપી દીધા હતા. શિખ દંપતિની બાઇકની નંબર પ્લેટ પણ તૂટેલી હતી. તેમ છતાં પોલીસે માત્ર રોંગ સાઇડનો જ દંડ ફટકાર્યો હતો.

હેલ્મેટ વિના જણાતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો

વડોદરા શહેરના માણેક પાર્ક ચાર રસ્તા પાસે આજથી નવા ટ્રાફિક નિયમોનો કડક અમલ કરાવવા માટે એક પીએસઆઇ સહિત 10 પોલીસ જવાનો ચાર રસ્તા ઉપર ગોઠવી દેવામાં આવ્યા હતા. અને હેલ્મેટ વિના જણાતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અને કડક ચેકિંગ કરવામાં આવ્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો