ભરૂચ જીલ્લાના પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલનો ગળે ફાંસો ખાઇને આપઘાત, મૃતદેહ વતન ભાવનગર લઇ જવાયો
ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ દીપિકા પરમારે પોતાના રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. જેને પગલે ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. હાંસોટ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મહિલા પોલીસ કોન્સ્ટેબલે રાત્રે 11 વાગ્યા પહેલા આપઘાત કર્યો
હાંસોટ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતી 25 વર્ષીય દીપિકા ભરતભાઇ પરમાર મૂળ વતન ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલી નાગર સોસાયટીની રહેવાસી હતી. અને હાલ હાંસોટ પોલીસ લાઇનના બી બ્લોકમાં રૂમ નં-6માં રહેતી હતી. દીપિકાએ મંગળવારે રાત્રે 11 વાગ્યા પહેલા પોતાના રૂમના પંખામાં દુપટ્ટો બાંધી કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. હાંસોટ પોલીસે મૃતક મહિલા પોલીસ કોન્ટસ્ટેબલના પરિવારજનોને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પોલીસ સ્ટાફે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી
મૃતક દીપિકાના આત્માને શાંતિ મળે તે માટે હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી આપી હતી અને પરીવારને મૃતદેહ સોપ્યો હતો. ત્યારબાદ પરિવાર મૃતદેહને લઇને ભાવનગર જવા રવાના થયા હતા. જોકે આપઘાતનું કારણ હજી પણ અકબંધ છે, વધુ તપાસ હાંસોટ ઈન્ચાર્જ PI જે.પી. ચૌહાણ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

