માણસ કેટલો ક્રૂર હોઈ શકે તેનો એક ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે! સુરતમાં 12 વર્ષના બાળકની લાકડાંના ફટકાં મારી કરપીણ હત્યા, ખોપરી પણ ફાટી ગઈ

માણસ કેટલો ક્રૂર હોઈ શકે તેનો એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી બહાર આવ્યો છે. 12 વર્ષના એક નાના બાળકે કોઈનું શું બગાડ્યું હશે કે તેની લાકડાંના ફટકાં મારી મારીને કરપીણ હત્યા (12 Years old Murder in Pandesara) કરી દીધી. ઝાડી ઝાંખરા પાસેથી તેની લાશ મળી હતી. તેનું માથું લોહીલુહાણ હતું. તેની માથાની ખોપડી જેણે પણ આ દ્રશ્યો જોયાં તેના હૈયામાં ફાડ પડી ગઈ હતી. માસૂમ બાળકનાં દ્રશ્યો વિચલિત કરી દે તેવા હતા. જેને કારણે તેને અમે અહીં મૂકી પણ શકતા નથી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝાડી-જંગલમાંથી 12 વર્ષનાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. માથામાં લાકડાનાં ફટકાં ઝીંકીને હત્યા કરાયેલા મૃતદેહ અંગે માતાએ પાડોશીઓને જાણ કર્યા બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક બાળક રાજસ્થાની શ્રમિક પરિવારનો હોવાનું સામે આવ્યું હતું.

પરિવારનો એકનો એક દીકરો હોવાથી માતા-પિતા શોકમાં ગરક થઈ ગયા હતાં, ત્યાં બીજી તરફ સુરત પોલીસ દોડથી થઈ ગઈ હતી. પાંડેસરામાં આવેલાં સરસ્વતી કોલોની પાસેના SMC આવાસના ઝાડી-જંગલમાંથી બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. માસુમ મૃતક 9 વાગ્યા સુધી આવાસમાં રમતો દેખાયો હતો. બાદમાં બાળક મળ્યો નહોતો. જેથી તપાસ કરતાં ઝાડીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. માથાના ભાગે લાકડાના ફટકા ઝીંકી દેવાયા હોય તેમ માથું લોહીથી ખરડાયેલી હાલતમાં મળ્યું હતું.

રાજસ્થાનના વતની 12 વર્ષનું બાળક આંસુ શ્રી લાલ યાદવ ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો. 15 દિવસ અગાઉ જ માતા સુનિતા યાદવ અને રિક્ષા ચલાવતા પિતા પાસે આવ્યો હતો. માતા પિતાનો એકનો એક દીકરો હોવાથી માતા બૂમો પાડતી પાડતી આવીને બોલવા લાગી કે ‘મેરા બાબુ મર ગયા’. ત્યારે પાડોશીઓ દોડ્યા હતાં. બાદમાં માતાની ચીસોથી આસપાસનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો