અરવલ્લીમાં શરમજનક ઘટના સામે આવી: મેઘરજમાં પૂજારીએ મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કરતા ચકચાર મચી

અરવલ્લીના મેઘરજમાં મંદિરના પૂજારી પર અપહરણનો આક્ષેપ લાગ્યો છે. અરવલ્લીના મેઘરજના રાયાવાડા મંદિરના પૂજારી સામે યુવતીના અપહરણનો આક્ષેપ લાગ્યો છે. યુવતીના પિતાએ મેઘરજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. પૂજારી અને તેના મિત્રો યુવતીને લઈ ગયા હોવાનો યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે. ફરિયાદના પગલે પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતીમાન કર્યા છે.

અરવલ્લીમાં મુખમાં રામ અને બગલમાં છૂરી જેવી એક ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં શરમજનક ઘટના સામે આવી છે. ભગવાનની પૂજા-અર્ચના કરતા કરતા પૂજારી પર યુવતીના અપહરણની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઇ છે.

અરવલ્લી જિલ્લામાં મેઘરજમાં એક પૂજારી ભગવાનને છેતરી એક ખરાબ કૃત્ય કરતા બહાર પડ્યો છે. મેઘરજના રાયવાડા ગામના તળાવ પર આવેલ લક્ષ્મીમાતા, મહાદેવ, હનુમાન દાદા, ખોડીયાર માતાજીના મંદીરમાં પુજા કરવા માટે કિશનકુમાર રાજેન્દપ્રસાદ પૂરોહીતને રાખવામાં આવ્યો હતો અને ગામના બધા સભ્યોએ મળીને પૂજારી તરીકે તેને મહીને 5000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. જેથી આ પુજારીને ગામના લોકો જમવા તેમજ સેવા પુજા કરવા માટે પોતાના ઘરે બોલાવતા હતા.

આ પુજારી ગામના જ સુરેશભાઈ જીવાભાઈના ઘરે અવાર-નવાર આવતો-જતો હતો. આજથી એક વર્ષ પહેલા કિશનકુમાર રાજેન્દપ્રસાદ પુરોહીતે સુરેશભાઇની દીકરીનો જન્મ દીવસ હોઇ પૂજારી કિશનકુમાર પુરોહીતે તેને એન્ડ્રોઇડ ફોન આપ્યો હતો અને તે ફોન બાબતે ઘરમાં જાણ થતા યુવતીએ મંદીરના પૂજારીએ ફોન ગીફ્ટ આપ્યો હોવાનું કહ્યું હતું.

પુજારી આખો દિવસ યુવતી સાથે વાતો કર્યા રાખતા યુવતીના પિતાને જાણ થતા મોબાઈલ લઇ લીધો હતો. તેમ છતાં લગ્નની લાલચ આપી બે મહિના અગાઉ કિશન પુરોહીત ઇનોવામાં સીસોદરાના સિધ્ધરાજ પટેલ અને સાકરિયાના રવિ ભરવાડ સાથે પહોંચી તેને ભગાડી જઈ ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી. યુવતીના પરિવારજનોએ સમાજમાં આબરૂ જવાના ડરે હમણાં પૂજારી યુવતીને પરત મૂકી જશે તેવી આશાએ બે મહિના રાહ જોઈ હતી પરંતુ પરિવારની આશા ઠગારી નીવડી હતી આખરે મેઘરજ પોલીસનું શરણ લીધું હતું.

મેઘરજ પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે ૧) કિશન રાજેન્દ્ર પુરોહીત (રહે, મેઘરજ), ૨) સિદ્ધરાજ નાનાભાઈ પટેલ (રહે, સિસોદરા-મેઘાઈ) અને ૩) રવિ ભરવાડ (રહે, સાકરીયા) વિરુદ્ધ અપહરણનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો