અમદાવાદમાં ખાખી વર્દીને શર્મસાર કરતી ઘટના આવી સામે, સ્કૂલમાં પોલીસ બંદોબસ્તમાં ગયેલા પોલીસ કર્મચારીએ શિક્ષિકાની છાતી પર હાથ નાંખ્યો

અમદાવાદ શહેરમાં ફરી એક વખત ખાખી વર્દીને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. બંદોબસ્તમાં ગયેલા પોલીસ કર્મચારીએ જ ગંભીર ગુનો આચરી દીધો છે. ફરજ પૂર્ણ કર્યા બાદ ઘરે જઈ રહેલ શિક્ષિકાની છેડતી કરી અને પોલીસ જ આરોપી બની ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ફરી એક વખત ખાખી બદનામ થઈ હોવાની ઘટના સામે આવી છે. શનિવારે ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા આસિસ્ટન્ટ ટ્રાયબલ ડેવલોપમેન્ટ અધિકારી વર્ગ-3ની પરીક્ષાનું આયોજન કરાયું હતું. અમદાવાદમાં નવા નરોડામાં આવેલી એક સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. ત્યારે એક શિક્ષિકા પરીક્ષામાં નિરીક્ષક તરીકે નોકરી કરી બાદમાં પરીક્ષા પૂર્ણ થતા કામગીરી પૂર્ણ કરી બપોરે સ્કૂલના કમ્પાઉન્ડમાંથી વાહન લઇને નીકળતા હતા. તે સમયે ખાખી વર્દીમાં બંદોબસ્તમાં આવેલા મહિપતસિંહ નામના પોલીસે મહિલા શિક્ષિકાની છાતી પર હાથ અડાવી છેડતી કરી હતી. જે અંગે ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

જોકે મહિલા શિક્ષિકાએ બૂમાબૂમ કરતાં અન્ય સ્ટાફના લોકો આવી ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરતાં કૃષ્ણનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. મહિલા શિક્ષિકાની ફરિયાદ લઇ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ગોહિલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા આરોપી પોલીસકર્મીનો ગુનો ખુલ્યો હતો. જેથી તેના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો