લાચાર મહિલાને પોલીસકર્મીએ ખોળામાં ઉંચકીને રસ્તો ક્રોસ કરાવ્યો, આ દ્રશ્ય જોઈને તમે પણ કહેશો માનવતા હજું જીવંત છે

દેશની હાલની સ્થિતિમાં પોલીસકર્મીઓ સાથે સંકળાયેલા સમાચારો સતત જોવા કે સાંભળવા મળી રહ્યા છે, જેમાં તેમની કાર્ય કુશળતા અને સંવેદનશીલતાને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. હાલ, દિલ્હીમાં જે હિંસા ચાલી રહી છે, તેને કારણે તેમની કુશળતા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે અને હમણા તો દરરોજ એવા સમાચારો જ આવી રહ્યા છે, જેમાં પોલીસ પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરવાના કારણે કે પછી ભ્રષ્ટાચારના કારણે લોકોના નિશાના પર હોય છે.

દરમિયાન કેટલીક એવી ઘટનાઓ પણ બને છે, જેના પર ખૂબ જ ઓછાં લોકોનું ધ્યાન જાય છે, અથવા ખૂબ જ ઓછી ચર્ચા કરવામાં આવે છે. પરંતુ જરૂરી છે કે, પોલીસના માનવીય પક્ષને પણ સામે લાવવામાં આવે. હાલમાં જ પોલીસકર્મીને લઈને એક પોઝીટીવ ઘટના સામે આવી છે.

જેમાં લખનૌના ગોમતીનગરમાં વેવ મોલની સામે મંગળવારે ફુલ સ્પીડમાં દોડતા વાહનોની વચ્ચે એક વૃદ્ધ મહિલા રસ્તો ક્રોસ કરી રહી હતી, ત્યારે બેરિકેડિંગ પર ફરજ બજાવી રહેલા પોલીસની નજર તે વૃદ્ધા પર પડી. તે દોડ્યો, વૃદ્ધાનો સામાન પોતે લઈ લીધો અને તેને ખોળામાં ઉંચકીને રસ્તો ક્રોસ કરાવ્યો હતો. રસ્તો ક્રોસ કરતા જ વૃદ્ધાએ પોલીસ તરફ જોયું અને તેનો આભાર વ્યક્ત કર્યો હતો.

આવી કેટલીક ઘટનાઓ પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ ટકાવી રાખવામાં મદદ કરે છે. આ પોલીસકર્મીના ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો તે પોલીસના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો