અમદાવાદમાં પોલીસની ખુલ્લી લુખ્ખાગીરી! ગાડીના કાગળિયાને લઇ યુવકને મારી-મારીને કરી નાંખ્યો બેભાન

સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોનો અમલ કર્યા બાદથી જ જાહેર જનતા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. આવું જ કંઇ અમદાવાદના ખમાસા વિસ્તારમાં બન્યું. પરંતુ આ મામલે મહત્વની વાત એ છે કે ચાલક પાસે લાઇસન્સ તેમ જ હેલ્મેટ હતું પરંતુ ગાડીના જરૂરી ડોક્યૂમેન્ટ ન હતા. આથી ચાલક યુવાને ગાડીના ડોક્યૂમેન્ટ ઘરેથી મંગાવી આપુ છું તેમ કહેતા પોલીસ જવાનોને એટલો ગુસ્સો આવ્યો કે, યુવાનને ગડદાપાટુનો માર મારી હોસ્પિટલ પહોંચાડી દીધો.

અમદાવાદના ખમાસા પાસે વિક્ટોરિયા ગાર્ડન પાસેની આ ઘટના છે. જ્યાં અમરાઈવાડીના મહાલક્ષ્મી એપાટમેન્ટમા રહેતો ૨૨ વર્ષનો યુવાન એકટિવા પર પોતાના સાથી કર્મચારી સાથે ઇસ્કોન તરફ જઈ રહ્યો હતો ત્યારે વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિઁક પોલિસ રોક્યો હતો.

ધીરજ મકવાણા એ હેલમેટ તેમજ લાયસન્સ સાથે રાખીને ગાડી રોકી ત્યારે બતાવતા તે પોલિસએ માન્ય ના રાખીને ગાડીના કાગળિયા માંગ્યા હતાં. તે યુવકે તે મોબાઈલમા મંગાવું છું તેમ કહ્યી ને મેમો ના ફાડવાની અપિલ કરી હતી. પરંતુ અંગે ની ઉગ્ર રજુઆતો બન્ને સાથી કર્મચારીઓ કરતા ફરજ પરના ટ્રાફિક પોલીસ તેમજ અન્ય પોલિસ કર્મચારીઓ એ દલીલો નહિ કરવાની અને ઉચા અવાજે વાત નહિ કરવાની વાત કહીને રકઝક બાદ તેજ જગ્યા પર તે યુવાનને ધીબી નાંખ્યો હતો.

પોલીસ કર્મચારીઓએ આ યુવાનને ખમાસા પોલિસ ચોકીમા લઈ જઈને ફરી લાકડીઓ અને ફેંટોનો બેરહેમ માર માર્યો હતો. યુવકને શરીર પર સોળ પડી ગયા ત્યાં સુધી આ પોલીસે તેને માર માર્યો હતો. જોકે બાદમાં યુવાતન પોલીસની માર સહન ન કરી શક્તા તે બેભાન થઇ ગયો હતો. બાદમાં આ યુવક બેભાન થઇ જતા તેના સાથીએ 108ને તાત્કાલિક ફોન કર્યો હતો અને તેને બેભાન હાલતમાં શારદાબેન હોસ્પિટલ ખસેડાયો હતો.

ઇજાગ્રસ્ત યુવકે આ બનાવની જાણ શહેર પોલીસને કરી હતી અને ફરજ પર ના ટ્રાફિક પોલીસ તેમજ ચોકીના અન્ય પોલિસ જવાનો સામે બેરહેમીથી માર મારવાની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગેની જાણ અમરાઈવાડીના સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડને થતા તે પણ હોસ્પિટલ દોડી આવ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો