અમદાવાદના તડબૂચના વેપારીનો પોલીસ ઉપર ગંભીર આરોપ, પોલીસે 50 હજાર રૂ. માગ્યા અને પછી 200 કિલો તડબૂચ મફત લઈ ગયા

અમદાવાદમાં લોકડાઉન દરમિયાન તડબૂચનાં એક વેપારીની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં તડબૂચનો વેપારી નિકોલ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ લગાવી રહ્યો છે. ઓડિયો ક્લિપમાં વેપારીએ કહ્યું કે, PSIએ તેની પાસેથી 50 હજાર રૂપિયાની માગ કરી હતી. અને બાદમાં 200 કિલો જેટલાં તડબૂચ મફતમાં લઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી ઓડિયો ક્લિપ મુજબ નિકોલનો એક વેપારી મહારાષ્ટ્રથી તડબૂચ લઈને આવી રહ્યો હતો. તે ગાડીમાં તડબૂચ ભરીને નિકોલ આવ્યો તે સમયે એક બલેનો કારમાં પીએસઆઈએ તેને અટકાવ્યો હતો. અને ગાડીમાં લઈ જઈ ધમકી આપીને 50 હજાર રૂપિયાની માગ કરી હતી. જો કે વેપારીએ કીધું કે, બધા તડબૂચ વેચીશ તો પણ 50 હજાર રૂપિયા નહીં થાય.

પીએસઆઈએ ધમકી આપી કે જો પૈસા નહીં આપો તો બધાને અંદર પૂરી દઈશું. બાદમાં પીએસઆઈ પોતાની ગાડીમાં 100 કિલો તડબૂચ લઈ ગયા હતા. એ સમયે અંદાજે 15 જેટલાં પોલીસકર્મીઓ ત્યાં હતા. અને તેઓ પણ એક બાદ એક તડબૂચ લઈ ગયા હતા. આમ અંદાજે પોલીસકર્મીઓ 200 કિલો જેટલાં તડબૂચ લઈને જતાં રહ્યા હતા. વેપારીએ કહ્યું કે, કોરોનાનાં નામે પૈસા પડાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો