ગીરમાં આડાસંબંધમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: કોલ રેકોર્ડ સાંભળી પતિના પગતળેથી જમીન સરકી ગઇ, મામાનો દીકરો જ પત્નીનો પ્રેમી નીકળતા છરીના ઘા ઝીંકી પતાવી દીધો

ગીર સોમનાથના તાલાલા તાલુકાના જેપુર ગીર ગામે આડા સંબંધની આશંકાએ બે દિવસ પહેલા યુવાનની હત્યા કરાઈ હતી. આ યુવાનની હત્યા મામલે મોબાઈલ કોલ રેકોર્ડીંગ નિમીત બન્યુ હતું. આ હત્યા મામલે મામાના દિકરાને ફોઈના દિકરાની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેના લીધે ફોઈના દિકરાએ મામાના દિકરાને મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસ તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મામા-ફોઈના ભાઈઓ મોતના દુશ્મન બન્યાની સનસનીખેજ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલા નજીકના જેપુર ગીર ગામે રહેતા હસમુખ કામળીયા નામના વ્યક્તિનો 13 વર્ષનો લગ્ન ગાળો થયો છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તેમજ તે બાંધકામની ઓફિસમાં કામ કરતો હતો. આ દરમિયાન હસતો રમતો પરિવાર મોબાઈલ રેકોડીંગના કારણે વીખરાય ગયો છે.

કોલ રેકોંડિંગમાં આડા સબંધની જાણ થઇ
એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, હસમુખ કામળીયાને પોતાના દુરના મામાના દિકરા અતુલ કેશવાલા સાથે અગાઉ બોલાચાલી થતા મનદુ:ખ હતું. કારણ કે, અતુલને તેની પત્ની સાથે આડાસંબંધ હોવાની આશંકા હતી. જેથી હસમુખે પત્નીના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ ચાલુ કરી નાંખ્યું હતું. જેનાથી પત્ની અજાણ હતી. બાદમાં હસમુખે થોડા દિવસો દરમિયાન થયેલા કોલ રેકોર્ડિંગ સાંભળતા અતુલ સાથે પોતાની પત્નીની વાતો સાંભળી તે ગુસ્સે ભરાયો હતો અને અતુલને રહેસી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

હત્યા કરી કંઇ થયું ન હોય તેમ આરોપી ઘરે આવી ગયો
બે દિવસ પહેલા સાંજના 7 વાગ્યે અતુલ પોતાના ગામ જેપુર ગીર જતો હતો, ત્યારે રસ્તામાં ગલીયાવડ નજીક હીરણ નદીના કિનારા પાસે રસ્તા પર હસમુખે અતુલનું બાઈક રોકાવી તેના પર છરી વડે હુમલો કર્યો હતો અને અંદાજીત છરીના 17 થી 18 ઘા મારી અતુલની હત્યા કરી હસમુખ પોતાના ગામ જતો રહ્યો હતો.

પોલીસ તપાસમાં હસમુખે સમગ્ર ઘટના જણાવી
આ ઘટનાની પોલીસને જાણ થતા તાલાલા પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધો હતો. જે બાદ પોલીસે અતુલના સગા સંબંધીઓ પરીવારોના નિવેદનો લેતાં શંકાની સોય હસમુખ તરફ ટંકાય હતી. જેથી પોલીસે હસમુખને ઝડપી લઈ આકરી પુછપરછ કરતાં હસમુખે સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારે એક આડા સંબંધ અને મોબાઈલ રેકોર્ડિગે હસમુખને જેલમાં જ્યારે અતુલને યમધામ પહોચાડી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો