લોકડાઉનમાં વડોદરાના 90 વર્ષની વૃદ્ધા મુશ્કેલીમાં મૂકાતા પોલીસે ઘરે પહોંચીને દવા અને કરિયાણાની મદદ કરી
કોરોના વાઈરસને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથોસાથ માનવ સેવા પણ બખૂબી કરી રહી છે. વડોદરા પોલીસ દ્વારા વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલી શક્તિપાર્ક સોસાયટીમાં એકલવાયી જિંદગી જીવતી 90 વર્ષના વૃદ્ધાને દવા અને જીવનજરૂરી ચિજવસ્તુઓની કીટ અને રોકડ સહાયની મદદ પહોંચાડી હતી.
90 વર્ષની વૃદ્ધ મહિલા લોકડાઉનમાં મુશ્કેલીમાં મૂકાતા પોલીસે મદદ કરી
વડોદરાના જૂના પાદરા રોડ ઉપર 2, શક્તિ પાર્ક સોસાયટીમાં અપરિણીત 90 વર્ષિય પુષ્પાબહેન અમીન રહે છે. તેઓએ તેઓની દેખભાળ અને ઘરના કામકાજ માટે એક મહિલાને રાખી છે. કોરોના વાઇરસના લોકડાઉન દરમિયાન ઘરવખરી સામાન અને દવા ખાલી થઇ ગઇ હતી. જેથી આ વૃદ્ધાએ સિનિયર સિટીઝન સેલમાં મદદ માંગી હતી.
પોલીસે ઘરે પહોંચીને દવા અને કરિયાણાની મદદ કરી
ડી.સી.પી. સંદિપ ચૌધરીએ વૃદ્ધાની મદદનો ફોન આવતા જ એક ટીમ તેઓના ઘરે જરૂરી ઘરવખરી સામાન સાથે રવાના કરી હતી. અને તેઓને જરૂરી સામાન તેમજ રોકડ સહાય કરી હતી. આ સાથે જરૂરી દવાઓ પણ આપી હતી. અને સાથે પુષ્પાબહેનને જણાવ્યું કે, કંઇપણ જરૂરીયાત પડે તો પોલીસ સંપર્ક કરવો. પોલીસ તમારી સાથે છે.

દંપતિને ડ્રાઇવરની જરૂરીયાત હોવાની હેલ્પ લાઇનમાં ફોન કર્યો
આ ઉપરાંત નાયબ પોલીસ કમિશનર સરોજકુમારી(વહીવટ)ના માર્ગદર્શન હેઠળએસીપી એસ.બી.કુંપાવત અને સિનિયર સિટીઝન સેલ દ્વારા જૂના પાદરા રોડ ઉપર 804, માનસી એપાર્ટમેન્ટમાં રહેતા અને એકલવાયી જિંદગી જીવતા વૃદ્ધ દંપતિ નિરંજનભાઇ સોલંકી (ઉં.79) અને સરોજબહેન સોલંકી (ઉં.78)ની મદદ કરવામાં આવી હતી. આ દંપતિથી કામ થતું ન હોવાથી તેઓના ઘરે કામવાળી બહેન તેમજ ડ્રાઇવરની વ્યવસ્થા કરી આપવા માટે હેલ્પ લાઇન ઉપર ફોન કર્યો હતો. પરંતુ, લોકડાઉન હોવાથી સિનિયર સિટીઝન સેલ દ્વારા આ મદદ પૂરી પાડી શકે તેમ ન હતું. જેથી સિનીયર સિટીઝન સેલે અન્ય જીવન જરૂરી ચિજવસ્તુઓ તેમજ ટિફીન માટે મદદ કરવા માટે હૈયાધારણ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

