સુરતમાં ગરબા બાદ મોડી રાત્રે એકલી જતી યુવતીને પોલીસ ઘર સુધી મૂકી જશે, કોઈ પ્રકારની મુશ્કેલી પડે તો પોલીસને તાત્કાલિક 100 નંબર પર જાણ કરવી

સુરત- મોડી રાત્રે યુવતીઓને કોઈ પ્રકારની મુશ્કેલી પડે તો પોલીસને તાત્કાલિક 100 નંબર જાણ કરી શકશે. રસ્તામાં મોડીરાત્રે એકલી જતી યુવતીનું વ્હીકલ બગડયું હોય કે પછી અન્ય મુશ્કેલી જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરી શકશે, જે તે વિસ્તારની સ્થાનિક પોલીસની પીસીઆરવાન યુવતીને તેના ઘર સુધી પહોંચાડી આવશે, સાથે નવરાત્રિમાં રાત્રી પટ્રોલિંગમાં પોલીસની સાથે મહિલા પોલીસ પણ સાથે રહેશે.

આ બાબતે ઈન્ચાર્જ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલે પત્રકાર પરિષદમાં નવરાત્રિ દરમિયાનની સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપી હતી. રાત્રે 12 વાગ્યા સુધી ગરબા ચાલુ રાખવાની પરવાનગી આપી છે. પેટ્રોલિંગથી લઈને ચેકીંગ સહિતની તમામ વ્યવસ્થા સાથેનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ આયોજકોને વોલીએન્ટર રાખવા આદેશ આપ્યા છે. સિવાય પોલીસની પીસીઆર વાન સહિત રિઝર્વ દળ પણ તૈનાત રહેશે. ઘટના દરમિયાન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી શકે તે પ્રકારનું આયોજન કરાયું છે. આ સાથે ટીઆરબી ,મહિલા હોમગાર્ડ તેમજ એસઆરપી ની ટીમો પણ નવરાત્રિ ના પર્વ દરમિયાન તૈનાત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો