સુરતની નર્સે નફ્ફટાઈની હદ વટાવી, કોરોનાના કપરાં કાળમાં ટોસિલિઝુમેબનું 40 હજારનું ઈન્જેક્શન લાખોમાં વેચતી
કોરોનાના અંતિમ સ્ટેજ પર પહોંચેલા દર્દીને બચાવવા વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કર્યો હતો. સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ અને પિતા આ ઇન્જેક્શનનું કાળા બજાર કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હેતલ કથિરિયા અઠવાગેટ સ્થિત આવેલી ટ્રાઈસ્ટારમાં નર્સ તરીકે ફરજ બજવે છે. નર્સ હેતલે બજારમાં રૂ.35 થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો રૂ. 3 લાખમાં કર્યો હતો. રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો. પરંતુ ઉમરા પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડી હતી અને ગુનો નોંધી બે ઇસમોની ધરપકડ કરી છે.
સુરતમાં કાળાબજારી સતત સામે આવી રહ્યા છે, એક બાજુ લોકો જીવન-મરણ સામે ઝોલા ખાઇ રહ્યા છે ત્યારે કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે કાળાબજારી કરી રહ્યા છે ત્યારે સુરતના એક વ્યક્તિએ શનિવારે બપોરે સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાનો કોન્ટેક્ટ કરી ઇન્જેક્શ માટે વાત કરી હતી. અને બજારમાં રૂ.35થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો રૂ.3 લાખમાં કર્યો હતો. રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો. જોકે હેતલે ઈન્જેકશનની ડિલીવરી માટે તેના પિતા રસિક કથિરિયાને મોકલ્યાં હતા. રોકડા 2.70 લાખ રૂપિયા વ્યક્તિએ આપતાં એક ટોસિલિઝુમેબ અપાયું હતું. આ લેતીદેતી વખતે જ પોલીસે હેતલના પિતાની ધરપકડ કરી હતી. અને સાગરિત વ્રજેશ મહેતાની પણ અટકાયત કરી છે. આ આખેઆખું ઓપરેશન sogની ટીમે પાર પાડ્યું હતું, જ્યારે નર્સ હેતલની શોધખોળ ચાલુ છે. આ ઈન્જેકશન નકલી હોવાની આશંકાએ પોલીસે ડ્રગ વિભાગની મદદ લીધી છે.
SOG દ્વારા ઓપરેશન પાર પાડ્યુ હતુ અને ઉમરા પોલીસે કાર્યવાહી હાથ ધરી મોડી રાત્રે IPCની કલમ 420, 114 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3, 7, 11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ 53 તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એકટની કલમ 27 મુજબ ગુનો નોંધ્યો હતો.
સુરતમાં જે રીતે એક પછી એક કાળાબજારી સામે આવી રહી છે તે ચોંકાવનારી છે અને ખાસ કરી લોકોએ પણ ચેતવવાની ખુબજ જરૂરી છે. હાલમાં તો ઉમરા પોલીસે આ બાબતે ગુનો નોંધી બે ઇસમોની ધરપકડ કરી અને નર્સ હેતલની શોધખોળ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

