અમદાવાદમાં રમતાં રમતાં ભૂલી પડેલી 3 અને 5 વર્ષની બાળકીઓને પોલીસે માત્ર બે કલાકમાં માતાપિતા સાથે કરાવ્યું મિલન

શહેરના નરોડા રોડ પર રમતાં રમતાં ભૂલી પડેલી 3 અને 5 વર્ષની બાળકીઓને તેના માતા પિતા સાથે શહેરકોટડા પોલીસે માત્ર બે કલાકમાં શોધી અને તેમને પરત સોંપી હતી. બંને બાળકીઓ મેઘાણીનગર તરફથી રેલવેના પાટા ક્રોસ કરી નરોડા રોડ પર પહોંચી ગઈ હતી. વોટ્સએપ ગ્રુપમાં ફોટો મોકલી માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસે તેમની બે વહાલસોયી બાળકીઓને માતાપિતા સાથે મેળાપ કરાવી દીધો હતો.

પોલીસે બાળકીઓનો ફોટો પોલીસ સ્ટેશનના અલગ-અલગ વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો

મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ નરોડા રોડ પર સ્થાનિક લોકોને ત્રણ અને પાંચ વર્ષની બે બાળકીઓ રડતી જોવા મળી હતી. જેથી તેઓ પોલીસને જાણ કરી હતી. શહેરકોટડા પોલીસ સ્ટેશનની વન ગાડી ત્યાં પોહચી બંને બાળકીઓને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. બંને બાળકીઓને તેના માતાપિતાનું નામ અને સરનામું પૂછ્યું હતું જો કે તેઓ કોઈ જાણકારી આપી શક્યા ન હતાં. જેથી બંને બાળકીઓનો ફોટો પાડી પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો હતો.

બાળકીઓને સહીસલામત પરિવારને પરત સોંપી: PI

આ દરમિયાન મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓ ગુમ થયા અંગે જાણ કરવા તેના માતા પિતા આવ્યા હતા. જેથી બંનેને બાળકીઓના ફોટો બતાવતા તેમની જ બાળકીઓ હોવાનું કહ્યું હતું. જેથી બંને બાળકીઓના માતા પિતાને શહેરકોટડા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી સહીસલામત પરત સોંપી હતી. શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.ડી વાળાએ વાતચીતમાં જણાવ્યું હતું કે સાંજના સમયે બંને બાળકીઓ મળી હતી. બંનેના ફોટો અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યા હતા. માત્ર બે કલાકમાં જ બાળકીઓના માતા પિતાની માહિતી મળી હતી અને તેઓમે પરત સોંપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો