પોલીસે ફાડ્યો 12,000નો મેમો, પછી બાઈકવાળાએ એવો દાવ કર્યો કે પોલીસ જ ફસાઈ ગઈ!

કોઈ વાહનચાલકથી જો ટ્રાફિકના નિયમનો ભંગ થઈ જાય તો તે પોલીસને મેમો ન ફાડવા કગરતો હોય છે, પરંતુ અમદાવાદની એક ઘટનામાં તો એક બાઈકવાળાનો 12,000 રુપિયાનો મેમો ફાડ્યા બાદ હવે પોલીસ ભરાઈ છે. સીન કંઈક એવો થયો છે કે, પોલીસ આ બાઈકવાળાને શોધી રહી છે અને એટલું જ નહીં પોલીસે તો દંડની રકમ ભરવાની પણ તૈયારી બતાવી દીધી છે.

થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં પોલીસે એક પલ્સરવાળાને રોક્યો હતો. હેલ્મેટ વિના જઈ રહેલા આ બાઈકચાલક પાસે આરસી બુક સહિતના દસ્તાવેજ પણ નહોતા. પોલીસે આખરે બાઈક ડિટેઈન કરી આરટીઓનો મેમો ફાડવાની વાત કરી હતી. બાઈકવાળાએ કેટલો દંડ થશે તે પૂછ્યું તો પોલીસે જણાવ્યું કે 10,000 થી 12,000 રુપિયા ભરવા પડશે.

બાઈકની કિંમત જેટલો દંડ ભરવાનો થતાં આખરે બાઈકવાળો જતો રહ્યો હતો, અને પોલીસે બાઈકની કસ્ટડી લીધી હતી. જોકે, હોશિયાર બાઈકચાલક સાંજ પડતાં બાઈકની ડુપ્લિકેટ ચાવી લઈને આવ્યો હતો, અને પોલીસના નાક નીચેથી બાઈક લઈને રફુચક્કર થઈ ગયો હતો. પોતાની કસ્ટડીમાંથી બાઈક ચોરાઈ જતાં હવે પોલીસ જ તેમાં ફસાઈ ગઈ હતી.

આખરે પોલીસે બાઈકચાલકનો સંપર્ક કરી તેને બાઈક પરત મૂકી જવા સમજાવ્યો હતો. જોકે, યુવકે તેમાં ગલ્લા-તલ્લા કરતાં પોલીસે એવી પણ ઓફર કરી હતી કે દંડની રકમ અમે ભરી દઈશું પણ તું બાઈક મૂકી જા. આખરે યુવકે પોલીસને એમ કહી ગોળ-ગોળ ફેરવવાનું શરુ કર્યું હતું કે બાઈક તો વેચી કાઢી છે.

યુવકે મીરઝાપુરમાં બાઈક વેચી હોવાનું કહેતા પોલીસ ત્યાં પણ પહોંચી હતી. જોકે, પોલીસ આવે તે પહેલા બાઈકવાળો રફુચક્કર થઈ ગયો હતો. તેવામાં હાલ તો પોલીસ માટે બાઈક ઉપરાંત બાઈકવાળાને શોધવાનો ભાર પણ આવી પડ્યો છે. હાલ કોઈ પોલીસ અધિકારી આ અંગે કશુંય કહેવા તૈયાર નથી અને આવી કોઈ ઘટના નથી બની તેવું રટણ કરી રહ્યા છે, પરંતુ સૂત્રોનું માનીએ તો 12,000ના મેમાને કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો