સુરત પોલીસની સરાહનીય કામગારી: શ્રમજીવી મહિલાના પડી ગયેલા 50 હજાર રૂપિયા પરત અપાવ્યા, મહિલાએ બે હાથ જોડી આભાર માન્યો

સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરી (Surat crime city)ના બનાવો વધી રહ્યા છે. આ માટે પોલીસને જવાબદાર ગણાવવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે પોતાની છાપને સુધારવાનો પ્રયાસ કર્યો છે. ઉધના વિસ્તાર (Udhna area)માં રહેતી શ્રમજીવી મહિલાના 50 હજાર રૂપિયા બેંકમાં પડી ગયા હતા. જે બાદમાં મહિલાએ પોલીસ સ્ટેશન (Udhna police station) પહોંચી ફરિયાદ આપી હતી. આ માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને કલાકોમાં જ મહિલાને તેના પડી ગયેલા 50 હજાર રૂપિયા પરત અપાવ્યા હતા. પોલીસની આવી સરાહનીય કામગીરીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરત પોલીસે એવી કામગીરી કરી છે જેને લઈને પોલીસની છબીમાં સુધારો થયો છે. સુરતના ઉધના વિસ્તારમાં રહેતી એક મહિલાએ ગતરોજ બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા હતા. મહિલાએ બેંકમાં બાંકડા પર બેસી રૂપિયાની ગણતરી કર્યા બાદ આ રૂપિયા થેલીમાં મૂકતી વખતે તે બેંકમાં જ પડી ગયા હતા. મહિલાને ઘરે આવીને ખબર પડી હતી કે રૂપિયાનું બંડલ ગાયબ છે. આ વાત જાણીને મહિલાના પગ તળેથી જાણે કે જમીન જ સરકી ગઈ હતી અને તે રડતી આંખે પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી.

ઉધના પોલીસ સ્ટેશનના પીઆઇ આ મહિલાની મદદ માટે આગળ આવ્યા હતાં. પીઆઇના આદેશ બાદ કોન્સ્ટેબલે સૂઝબૂઝથી તાત્કાલિક પ્રથમ બેંકના CCTV ચેક કરતા રૂપિયા ઉઠાવતો એક ઇસમ નજરે પડ્યો હતો. પોલીસે આ ઇસમની ઓળખ કરી લીધી હતી. ઈસમની ઓળખ થઈ જતા બે કલાકમાં જ મહિલાને તેના ખોવાયેલા રૂપિયા પરત મળી ગયા હતા. લિંબાયતમાં રહેતી આ મહિલા અલનગીવી કનકઆદિ દ્રવિડની વાત સાંભળી પોલીસે આખી ટીમને કામે લગાડી દીધી હતી. જેમાંથી એક ટીમ બેંકમાં દોડી ગઈ હતી. બેંકના CCTV ચેક કરતા એક વ્યક્તિ રૂપિયા ઉઠાવતો ઓળખાય ગયો હતો. ગણતરીના કલાકોમાં તેને શોધીને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

યુવકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, બેંકમાં પડેલા રૂપિયા 50 હજાર કોઈ બીજાના હાથે ન ચાલી જાય એ હેતુથી તેણે લીધા હતા અને થોડીવાર ત્યાં જ બેસી રહ્યો હતો. કોઈ ન આવતા એ ઘરે ગયો હતો. પોલીસનો ફોન આવતા જ પ્રથમ સવાલમાં યુવકે પૈસા તેની પાસે હોવાનું જણાવ્યું હતું. યુવક પણ મહિલાને પૈસા પરત આપીને ખુશ થયો હતો.

બીજી બાજુ મહિલાને રૂપિયા મળી જતા તેણે યુવાન અને ખાસ કરીને પોલીસ આખા સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. મહિલાએ રૂપિયા પરત કરનાર ભાઈને હાથ જોડીને કહ્યું હતું કે, “આટલી મોંઘવારીમાં પણ માનવતા છે. એ જોઈ આનંદની વાત છે. હું આજના આ દિવસને ક્યારેય નહીં ભૂલી શકું. ભલે આ રકમ નાની છે, પણ મારી ગરીબી સામે આ રકમ એક ક્ષણ માટે આપઘાતના વિચાર સુધી લઈ ગઈ હતી.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો