બાપુનગરમાં પોલીસે માનવતા મહેંકાવી, 3 વર્ષનું બાળક મળ્યું તો ગુજરાત પોલીસે દાદા-દાદીને શોધી મિલન કરાવ્યું

પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય લોકોમાં એક આંતરિક ડર વ્યાપી જાય છે. પરંતુ પોલીસ પણ અંતે તો સંવેદનાથી ભરેલો માનવ જ છે. તેમાં પણ બાળક તો કઠોર કાળજાના માણસને પણ સંવેદનશીલતાથી ભરી દે છે. શહેરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. બાપુનગરમાં આવેલા શ્યામશિખર એપાર્ટમેન્ટ પાસેથી અંદાજે ત્રણવર્ષનો અવિચલ પંચાલ નામનો છોકરો મળી આવ્યો હતો. બાપુનગર બ્રિજ નીચે સવારે 8 વાગ્યે બાપુનગર પોલીસને પરિવારથી વિખૂટા પડેલો આ છોકરો ક્રોસ કરતા અને રડતો દેખાયો હતો. જેથી પોલીસ તેની પાસે જઈ પૂછ્યું હતું, જો કે તે કશું બોલ્યો ન હતો. જેથી પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ત્યાર બાદ મહિલા પોલીસે તેને ખોળામાં બેસાડ્યો અને ચોકલેટ અને બિસ્કીટ ખવડાવ્યા હતા. આ દરમિયાન તે રમવા લાગ્યો અને સમગ્ર પોલીસ સ્ટેશન પણ બાળક સાથે બાળક બની ગયું હતું.

ઘરમાંથી રમતા રમતા બહાર નીકળી ગયો હતો

ઈન્ડિયા કોલોનીની સુરજીત સોસાયટીમાં રહેતા ભરતભાઈ પંચાલનો પૌત્ર અવિચલ પંચાલ ઘરમાં રમતા રમતા બહાર નીકળી ગયો હતો. ત્યાર બાદ ઘરના સભ્યોને અવિચલ ઘરમાં ના મળતા દાદાનીસાથે ગયો હશે તેવુમાની લીધું હતું. પરંતુ ભરતભાઈ ઘરે પાછા આવ્યા ત્યારે અવિચલ સાથે ન હોવાથી પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને થોડા સમયમાં જ બાપુનગરપોલીસ બાજુની સોસાયટીમાં અવિચલના ફોટો સાથે બાળક અંગે પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને અવિચલનાદાદા મળી આવ્યા હતા અને તેને પૌત્રને સોંપી દીધો હતો.

સોશિયલ મીડિયા દ્વારા માતા-પિતાને શોધ્યા

આ અંગે બાપુનગર પીઆઈ એન.કે વ્યાસે જણાવ્યું હતું કે છોકરો કંઈ બોલતો નહતો. આસપાસના વિસ્તારમાં છોકરાના ફોટો સાથે પોલીસે તપાસ કરી હતી. તમામ પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયામાં છોકરાનો ફોટો આપવામા આવ્યો હતો. કોઈ વ્યક્તિને બાળકના માતાપિતાની માહિતી મળે તો બાપુનગર પોલીસ સ્ટેશન અથવા પીઆઈ એન.કે. વ્યાસનો નંબર પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. છેવટે સોશિયલ મીડિયા દ્વારા છોકરાના માતા-પિતાનો સંપર્ક થયો હતો અને તેમને આ છોકરો સોંપી દેવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો