પોલીસની નિર્દયતા: માતાની સારવાર માટે પૈસા લઇને જતા પુત્રનું પોલીસે બાઈક ડિટેઇન કર્યું, સમયસર ન પહોંચી શકતા માતાનું મોત

વેરાવળમાં પોલીસની નિર્દયતાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેરાવળની ખાનગી હોસ્પિટલમાંથી માતાને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ જવા પુત્ર કાજલી ગામે પૈસા લેવા ગયો હતો અને ત્યાંથી પરત આવી રહ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે તેનું બાઈક ડિટેઇન કર્યું હતું. પોલીસે બાઈક ડિટેઇન કરતા પુત્ર હોસ્પિટલે મોડો પહોંચ્યો હતો અને વધુ સારવાર મળે તે પહેલા માતાનું મોત નીપજ્યું હતું.

પોલીસના નિર્દયીપણા સામે પરિવાર રોષે ભરાયું હતું. આજે બપોરે પરિવારજનો મૃતદેહ લઇને પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જવાબદાર કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ સાથે ત્યાંજ બેસી ગયા હતા. જોકે સામાજિક આગેવાનોની મધ્યસ્થી અને પોલીસ અધિકારીની મૌખિક ખાતરી બાદ ત્રિવેણી સંગમ ખાતે મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ તાલુકાના કાજલી ગામે રહેતા શાંતિબેન ભુપતભાઇ પરમાર વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અહીંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવા માટે એમ્બ્યુલન્સ સહીતના ખર્ચ માટે કાજલી ગામે ઘરેથી પૈસા લઇ તેના પુત્ર અક્ષય અને અલ્પેશ ટુ વ્હીલરમાં જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં પ્રભાસ પાટણ ઝાંપા પાસે ટ્રાફીક પોલીસ તેમજ પી.એસ.આઇ.એ ટુ વ્હીલરને રોક્યું હતું. એ સમયે અક્ષયે કહ્યું હતું કે, મારી માતા હોસ્પિટલમાં હોય જેથી પૈસા લઇને મારે હોસ્પિટલે જવું છે પરંતુ પોલીસ દ્વારા ટુ વ્હીલરને ડીટેઇન કરેલ હતુ. જેથી બંન્ને ભાઇઓ અક્ષય અને અલ્પેશ હોસ્પિટલે સમયસર પહોંચી શક્યા નહી અને બે કલાક જેટલો સમય બગડ્યો હતો.

ઘરેથી બીજુ ટુ વ્હીલર મંગાવીને હોસ્પિટલે પહોંચ્યાં હતા. જયાં રાહ જોતા તેમના પિતા ભુપતભાઇને પૈસા આપતા એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા રવાના થયા હતા. પરંતુ રાજકોટ સારવાર મળે તે પહેલાં જ શાંતિબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આજે વહેલી સવારે તેમના મૃતદેહને કાંજલી ગામે લઇ આવ્યા હતા ત્યાંથી તેમની સ્મશાન યાત્રા સાથે ડાઘુઓ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશને પહોંચી મૃતદેહને સ્ટેશનની બહાર રાખી પરિવારના લોકોએ ટુ વ્હીલરને ડિટેઇન કરનાર પોલીસકર્મી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે બેસી જતા મામલો ગરમાયો હતો. આ બાબતે સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરેલ તેમજ પીઆઇ બી.જી.રાઠવાએ પરીવારના લોકોને મૌખિક ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. ત્‍યારબાદ ડાઘુઓ મૃતદેહને લઇ ત્રિવેણી સંગમ ખાતે પહોંચી જયાં મૃતક શાંતિબેનની અંતિમવિધિ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો