સુરતમાં દુકાન માલિક પાસે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કર્મીએ રૂ.3 લાખની લાંચ માંગતા અંતે ACBના હાથે ઝડપાયો

સુરતમાં એક દુકાનમાં કામ કરતા મેનેજરે 25 લાખની ઠગાઈ કરી હતી. જોકે માલિક આ મેનેજર વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધવા માટે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે 50 હજારમાં નક્કી કરી દુકાનના માલિકે આ મામાને ACBને ફરિયાદ કરી હતી. જેને આધારે ACB લાંચ લેતા એક પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી પડ્યો હતો.

સુરત આમ તો ગુજરાતનું આર્થીક પાટનગર કહેવાય છે. સુરતમાં રહેલા લોકો આમ તો રૂપિયા ખુબજ કમાય છે. અને પોતાનું કામ કરાવવા માટે રૂપિયા પણ ખૂબ જ ખર્ચે છે. હવે સુરતના લોકો પાસે જો લાંચ માંગવામાં આવે તો તે સરકારી કર્મચારીને રૂપિયા આપવાની જગ્યાએ તેમની ફરિયાદ કરતા હોય છે. ત્યારે આવી એક ઘટના સામે આવી છે.

સુરતના પીપલોદ વિસ્તારમાં ઈલેકટ્રોનિકસની દુકાન ધરાવતા માલિક દ્વારા એક અરજી ઉમરા પોલીસમાં કરવામાં આવી હતી. જેમાં તેમને ત્યાં કામ કરતા મેનેજર દ્વારા તેમની દુકાનમાંથી રૂપિયા 25 લાખની ઉચાપત કરવામાં આવી હતી.

જોકે આ અરજી પીપલોદ પોલીસ ચોકી પર જતા પોલીસ કર્મચારી દ્વારા આ કેસમાં ગુનો દાખલ કરવા અંગે રૂપિયા 3 લાખની માંગ કરવામાં આવી હતી. પહેલા તો દુકાન માલિકે રૂપિયા આપવાની ના પડી હતી પણ પછી રૂપિયા 50 હજાર આપીવાની વાત કરી હતી.

જોકે દુકાન માલિક પોતાની ફરિયાદ સાચી હોવા છતાંય પોલીસે લાંચ માંગતા તેમને પહેલા આ મામલે ACBમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે રૂપિયા લેવા આવેલ પોલીસ કર્મચારી શૈલેષ વીરાભાઈ ગાગીયાએ લાંચ લેવા માટે નક્કી કરેલી જગ્યાએ આવતા ACBના હાથે ઝડપાઇ ગયો હતો.

જોકે તેના વિરુદ્ધ ACB કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે. જોકે આ ફરિયાદીએ ખોટું કર્યું હોયને પોલીસ રૂપિયા માગે તો વ્યાજબી પણ પોતે ફરિયાદ કરવા ગયા છે અને તેમની પાસે પોલીસે રૂપિયા માગ્યા તે વાત ને લઇને તેમને ACB ફરિયાદ કરીને આ ટ્રેપ ગોઠવવી હતી જેને લઇને શહેરમાં અન્ય કોઈ આવી રીતે ખોટા રૂપિયા આપવામાં ફસાઈ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો