મહેસાણામાં બે સંતાનો અને પત્નીને છોડી પોલીસ કોન્સ્ટેબલ યુવતીને લઈને લંડન ભાગી ગયો હોવાની ચર્ચા

મહેસાણામાં એક પરિણીત અને બે સંતાનનો પિતા કોન્સ્ટેબલ અને એક યુવતી અચાનક ગુમ (Girl Missing) થયા છે. જે બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ બેડામાં થઇ રહેલી ચર્ચાઓની માનીએ તો આ બંને જણ (married police constable and girl eloped) ઘણાં સમયથી પ્રેમમાં હતા અને તેઓ લંડન (london) ભાગી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

યુવતીનાં પરિવારે નોંધાવી જાણવાજોગ
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસ હેડ ક્વાર્ટર નજીકની સોસાયટીની યુવતી શુક્રવારે બપોરે ખાનગી એકેડેમીમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી. મોડી સાંજ સુધી પરત નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શુક્રવારે રાત્રિ દરમિયાન અને શનિવારે બપોર સુધી યુવતીની તપાસ કર્યા બાદ પણ કોઇ ભાળ મળી ન હતી. યુવતીનાં પરિવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે ભારે ચર્ચાએ જોર પકડ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલ યુવતીને ભગાડી ગયો છે.

યુવતી પાસપોર્ટ અને દસ્તાવેજ લઇને ભાગી છે
યુવતીના પરિવારજનો પ્રમાણે, યુવતી તેના ઘેરથી પાસપોર્ટ અને ડોક્યુમેન્ટસ લઈને નીકળી હતી. જ્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કોન્સ્ટેબલ અને યુવતી શુક્રવારે સાંજે 7 કલાકે લંડનની ફ્લાઈટમાં બેસી શનિવારે બપોરે 12-30 કલાકે લંડન ઉતરી ગયાની ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે, કોન્સ્ટેબલ 15 દિવસથી રજા પર હતો.

એ ડિવિઝન પીઆઈ જે.એસ. પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, યુવતીના પિતાએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પરિવારજનોના નિવેદન લઈ આગળની કાર્યવાહી કરાશે. પરિવારજનોએ હાલમાં કોઈનું નામ ફરિયાદમાં જણાવ્યું નથી. પરંતુ નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો