અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કોન્સ્ટેબલ પતિની કરી હત્યા, જાણો કઇ રીતે ઉકેલાયો હત્યાનો ભેદ
અમદાવાદ શહેરનાં કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીનું 39 વર્ષનાં અશ્વીનકુમાર કાંતીલાલ ચાવડાની પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખી છે. જે અંગેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાયા બાદ તેની તપાસ એલીસીબીએ કરીને મૃતકની ૫ત્ની, પ્રેમી અને ડ્રાઈવરને ઝડપી લીધા હતા.
પતિ પોલીસ કોન્સ્ટેબલ હતો
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગત 29મી જાન્યુઆરીનાં રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નિશાબહેન અશ્વીનકુમાર કાંન્તીલાલ ચાવડાએ ફરિયાદ કરી હતી. જેમા 39 વર્ષનાં પતિ અશ્વીનકુમાર કાંતીલાલની સુખડ ગામની સીમમાં રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે રાત્રીનાં સમયે હડફેટે લઇ મોત નીપજાવ્યાનું જણાવ્યું હતું. આ પરિવાર અમદાવાદ સુમીન પાર્ક સોસાયટી મ.નં-152/બી સેજલ નગર કૃષ્ણનગર સૈજપુર બોઘા મુળ રહે. કડી રોહિતવાસ ટાવર પાસે રહે છે. પતિ કારંજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા હતાં. તેમને સંતાનોમાં 16 અને 18 વર્ષનાં બે દીકરા છે.
પત્નીએ જ નોંધાવી હતી ફરિયાદ
પત્નીની ફરિયાદને પગલે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં આખા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો હતો. પત્ની નિશાબહેનનાં મનીષકુમાર નામના વ્યક્તિ સાથે આડાસંબંધ હતા. જેની જાણ પતિને થઇ ગઇ હતી. જેના કારણે પતિ પત્નીનો વારંવાર ઝઘડો થતો હતો. પતિને દારૂ પીવાની પણ લત હતી. જેનો ફાયદો ઉઠાવીને અમદાવાદમાં મનીષકુમાર તથા તેનો ડ્રાઈવર નિલેશકુમાર કાળાભાઈને (રહે.દહેગામડા, તા.ભિલોડા) સાથે રાખી અશ્વિનકુમાર ચાવડાને કારમાં અમદાવાદથી પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમ લઇ ગયા હતા. જ્યાં તેનું ગળુ દબાવીને રોડ પર પટકી તેના પરથી ગાડી ચઢાવીને હત્યા નીપજાવી હતી. ત્યારબાદ નિશાબેનનો પ્રેમી અને ડ્રાઈવર જતા રહ્યા હતા. જે અંગેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોધાયા બાદ પોલીસે મૃતકની પત્ની નિશાબેને નોધાવેલા અકસ્માતે મોતના ગુનાની ફરીયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
ગળુ દબાવીને મૃતક પર કાર ચઢાવી દીધી
આ હત્યાનાં ગુનાને અંજામ આપવા માટે મૃતકને તારીખ 28 અને 29 જાન્યુઆરીની રાતે ઘણાં પ્રમાણમાં દારૂ પીવડાવ્યો હતો. જે બાદ દારૂના નશામાં ચકચુર કરી મનિષભાઇની સેન્ટ્રો ગાડી નં.GJ-01-KW-3230માં અમદાવાદથી પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં લઇ આવી ગળે ટુપો દઇ નીચે પાડી મોઢાના તથા શરીરના ભાગે મનિષકુમારે ગાડી ચડાવી હત્યા કરી હતી. આ કેસમાં ત્રણે આરોપીઓને અટકાયત કરીને હત્યામાં વાપરેલી સેન્ટ્રો ગાડી નં.GJ-01-KW-3230ની તપાસ અર્થે કબજે કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

