ગુજરાતના આ પોલીસ જવાને જન્મેલા બાળકનું મોઢું પણ નથી જોયું, છતાં મહિનાથી ખડેપગે બજાવે છે ફરજ, દીલથી સલામ છે!

કોરોના એવી મહામારી છે જે લોકોની ખરી ખરી ટેસ્ટ લઈ રહી છે. એક તરફ લોકો ઘરે રહેવામાં પણ આડોળાઈ કરે છે તો એક તરફ પોલીસના જવાનો ખડેરગે જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ડોક્ટરોને પણ સેકન્ડે સેકન્ડે જીવનો ખતરો છે. ત્યારે એક એવો પોલીસ જવાન કે તેણે તેના પુત્રના જન્મના એક મહિનો થયો છતાં તેનું મોઢું જોવા નથી મળ્યું. અહીં વાત છે પોલીસ કોસ્ટેબલ હરગોવિંદની.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરગોવિંદને પોતાના પુત્રનો જન્મ થયો એનો આજે મહિનો થવા આવ્યો છે. છતાં પુત્રને હજુ જોઈ નથી શકતા. પરંતુ આ વાતનો તેને કોઈ રંજ નથી, કારણ કે આવી કપરી પરિસ્થતિમાં લોકડાઉનમાં લોકો ઘરમાં રહે તે માટે પોતાની પોલીસ તરીકેની ફરજ તે પહેલા નિભાવી રહ્યા છે.

કોરોના વાઇરસનાં કહેર વચ્ચે ઘણા એવા કોરોના યોદ્ધાઓ છે કે, જે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી દેશ સેવા કરી રહ્યા છે. આવા જ કોરોના વોરિયર છે હરગોવિંદ ઠાકોર. ગત 20 માર્ચના દિવસે તેમને ત્યાં પુત્રરત્ન પ્રાપ્ત થયું છે. પણ લોકડાઉનના કારણે પોલીસની ફરજ મહત્વની હોવાના કારણે તેઓ તેને રૂબરૂ જોઈ નથી શક્યા. કારણ કે તેમની પત્ની ભાવનાબેન ત્યાંથી 400 કિલોમીટર દૂર બનાસકાંઠા પોતાના વતનમાં છે.

ત્યાં હરગોવિંદનાના પિતા વિરમભાઈ અને માતા જીવી બેન સાથે રહે છે. પરંતુ ફરજના કારણે હરગોવિંદભાઈ પોતાના બાળકનો ચહેરો જોઈ નથી શક્યા. કારણ કે તેઓ કોરોના વાયરસને લઈને પોતાની ફરજ બજાવી રહ્યા છે અને હાલમાં તેઓ કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે અને જ્યારે તેમને પોતાના પુત્રને જોવાનું મન થાય છે ત્યારે વીડિયો કોલિંગ કરીને પોતાના પુત્રનો ચહેરો જોઈ લે છે. તો આવા લોકોનું વિચારીને પણ આપણે ઘરમાં ન રહેતા હોઈએ તો જરા આપણી બુદ્ધિ અને માનસિકતા વિશે વિચાર કરવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો