પોલીસ કોન્સ્ટેબલે બિન્દાસ મહિલાને કહ્યું- ‘હપ્તાના પૈસા ન હોય તો જોતા નથી, તું મારી સાથે સુઈ જા’ મહિલાએ બુમાબુમ કરી મુકતા કોન્સ્ટેબલ ત્યાંથી જતો રહ્યો હતો

જેતપુરના જેપુર ગામે દેશી દારૂનો ધંધો કરતી એક મહિલાની પાસે વીરપુર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે હપ્તાના પૈસા ન હોય તો ‘તું આજે મારી સાથે સુઈ જા’ કહી શારીરિક સંબંધની માંગ કરતા મહિલાએ બુમાબુમ કરી મુકતા કોન્સ્ટેબલ ત્યાંથી જતો રહ્યો હતો. જતા જતા બીભત્સ ગાળો આપ્યાની અને તેણીના પતિના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની મહિલાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

જેતપુર તાલુકા નવા જેપુર ગામમાં એક દક્ષાબેન દિપકભાઈ સોલંકી નામની મહિલાએ જેતપુર કોર્ટમાં નોંધાવેવી ફરિયાદ મુજબ તેણી પોતાના પતિ અને બે સંતાનો સાથે જેપુર ગામના કુવા પાસે રહે છે. અને પતિ બિમાર કહેતો હોય છેલ્લા બે વર્ષથી માંડ કરીને ઘરનું ગુજરાત ચલાવે છે.

જેમાં ગત.તા 1 નવેમ્બરના તેણી ઘરે એકલી હતી. ત્યારે વીરપુર પોલીસ સ્ટેશનમાં કોનસ્ટેબલ તરીકે ફરજડ બજાવતો પરેશ સિંધવ નામનો કોન્સ્ટેબલ નશો કરેલ હાલતમાં આવીને પતિ વિશે પુછતા પતિ દવા લેવા માટે ગોંડલ ગયા છે તેવું જણાવતા આ કોન્સ્ટેબલે હપ્તો માંગેલ પરંતુ પતિ બિમાર હોય અને હપ્તાના પૈસા ન હોવાથી પૈસા નથી તેવું જણાવતા કોન્સ્ટેબલ પરેશ રક્ષકને બદલે ભક્ષક હોય તે રીતે મહિલાનું બાવડું પકડી “હપ્તો ન હોય તો તારી સાથે સુવા દે” તેવી માંગણી રતા મહિલાએ હાથ છોડાવીને ઘરની અંદર ભાગતા કોન્સ્ટેબલ પરેશ પણ પાછળ ઘરમાં આવતા બુમાબુમ કરવા લાગી હતી.

જેથી મહિલાની નાની બેન ત્યાં આવી જતા પરેશ બીભત્સ ગાળો આપીને જો આ વાત કોઈને કહીશ તો તારા પતિ પર કેસ કરી ટાંટિયા ભાગી નાખીશ અને તને પણ જેલ ભેગી કરી નાંખીશ તેવી ધમકી આપતો ગયો હતો. જેથી મહિલા વીરપુર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જતાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ હોવાથી ફરિયાદ લીધા વગર તેણીને પોલીસ સ્ટેળનેથી કાઢી મૂકી હતી.

બાદમાં તેણી જેતપુર ડીવાયએસપીને લેખિત ફરિયાદ આપી અને એસપીને પણ ફેક્સ કરેલ હતો. જેમાં પોતે બે વર્ષથી દારૂ વેચે છે અને પોલીસને નિયમિત હપ્તા પણ આપે છે તે પણ ઉલ્લેખ કરેલ હતો. તે ફરિયાદ આપ્યાને બે દિવસ થઈ ગયા છતાં કોન્સ્ટેબલ વિરુદ્ધ કંઈ પગલાં ન ભરાતા બુધવારે આ મહિલાએ જેતપુર કોર્ટમાં એડવોકેટ નીલેશ પંડ્યા મારફતે કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો