રાજકોટમાં આજથી ફાકી, તમાકુ અને સિગારેટ પીનાર સામે આ કલમ હેઠળ ગુનો નોંધી કેસ થશે- પોલીસ કમિશનરનો આદેશ

ગુજરાતમાં લોકડાઉનના કારણે સૌથી વધારે ખરાબ હાલત ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા વ્યસનીઓની થઈ છે. સૌરાષ્ટ્રમાં ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા તમાકુની વસ્તુઓના બંધાણીઓ મોટી સંખ્યામાં છે. આ બંધાણીઓ ગુટખા, પાન-મસાલા અને ફાકી લેવા માટે જાત જાતના ઉધામા કરે છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નરે તેમના પર તવાઈ લાવીનેમોટા નિર્ણય લીધો છે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેર કર્યું છે કે, રાજકોટમાં શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે. આ કલમ હેઠળ બે વર્ષની સખથ કેદની સજા અને આકરો દંડ થઈ શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉન જાહેર થયું તે દિવસથી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દરેક ચીજના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે દરેક શહેરમાં પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું. આ જાહેરનામા હેઠળ ગુટખા, પાન-મસાલા અને ફાકી, સિગારેટના વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લદાયો હતો.

રૂ.12માં વેચાતી ફાકી રૂ.50માં પણ વેચાઇ રહી છે

લૉકડાઉન જાહેર થયું તે દિવસથી આવશ્યક વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ માટે દરેક શહેરમાં પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ફાકી, પાન, સિગારેટના વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લદાયો હતો, અને પાનની દુકાનો એ દિવસથી બંધ થઇ ગઇ હતી, વ્યસનીઓ લૉકડાઉનમાં અકળાઇ ગયા હતા અને તેનો દુકાનદારોએ ગેરલાભ ઉઠાવી ફાકી, સિગારેટના કાળા બજાર શરૂ કર્યા છે. રૂ.12માં વેચાતી ફાકી રૂ.50માં પણ વેચાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો