ફિલ્મી સ્ટાઈલે રિક્ષા પર ચડી લૂંટારુઓનો પીછો કરનાર યુવકનું પોલીસ કમિશનરે કર્યું સન્માન

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોબાઈલ લૂંટારુઓનો ફિલ્મી સ્ટાઇલમાં હિંમત ભેર પીછો કરનાર યુવકને અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સન્માનપત્ર આપી તેની બહાદુરીને બિરદાવી છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સંતોષને કમિશનર ઓફિસમાં બોલાવી સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી તેની બહાદુરી બદલ અભિનંદન આપ્યા અને સન્માનપત્ર આપ્યું હતું.

3 ગઠીયા ફોન આંચકી ભાગ્યા, યુવકે સ્ટિયરિંગ પકડી લેતા રિક્ષા પલટી
બે દિવસ પહેલા સંતોષ દાસ નામનો યુવક બોડકદેવ શાંતિ એપાર્ટમેન્ટ પાસેથી ફોન પર વાત કરતા કરતા ચાલતો જતો હતો. ત્યારે પાછળથી રિક્ષા આવી હતી અને પાછળ બેઠેલા શખ્સે તેનો મોબાઈલ લૂંટી લીધો હતો. સંતોષ રિક્ષાની પાછળ દોડ્યો હતો અને રિક્ષાની પાઇપ પકડી અને લટકી ગયો હતો. અંદર બેઠેલા બે શખ્સે સંતોષને લાત મારી પાડવાનો પ્રયત્ન કર્યો છતાં રિક્ષા તેને છોડી ન હતી. દરમ્યાનમાં બેલેન્સ ન રહેતા રિક્ષા પલટી ગઈ હતી. છતાં સંતોષ રિક્ષા ડ્રાઈવરને પકડી પાડ્યો હતો પરંતુ પગ પર રિક્ષા પડતા તે ઇજાગ્રસ્ત થયો હતો અને લૂંટારુ ભાગી ગયા હતા.

નોંધનીય છે કે, ફરિયાદી સંતોષ ઇજાગ્રસ્ત થયો હોવા છતા, હિમ્મત હારી ન હતી અને રિક્ષા ચાલકને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, રિક્ષા ડ્રાઈવરનો શર્ટ ફાટી જતા તે લોકોએ રિક્ષા ત્યાં મુકી ભાગી ગયા હતા અને રિક્ષાની પાછળ બેઠેલા બે શખ્સો પણ ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ ફરિયાદી સંતોષ કુમારે પોલીસને આ અંગે જાણ કરી હતી અને પોલીસે રિક્ષા પોતાના કબજામાં કરી ફરિયાદીની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે. નોંધનીય છે કે, સંતોષ કુમારને આ હિમ્મતથી પોલીસે પણ તેની આ કામગિરીને બિરદાવી હતી અને પોલીસ કમિશ્નરને જાણ થતા તેમને પણ સમ્માન પત્ર આપી તેનો સમ્માન કર્યો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો