પોલીસે પકડ્યો વીઆઈપી ચોર: મુંબઇથી આવી રાજકોટ હોટલમાં રોકાતો, દિવસે ચોરી કરી દીવમાં જઇને મોજમજા કરતો

રાજકોટમાં જે રીતે ચોરીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પણ સતર્ક બની છે. પોલીસે એક વીઆઈપી ચોરને પકડી પાડ્યો છે. પોલીસે બીપીન ત્રિભોવનદાસ જાની ઉર્ફ ઘોઘો જાનીને પકડી લઇ તેની પાસેથી સફેદ પીળી ધાતુનો વાટકો, ચમચી, લાલ રંગની પ્લાસ્ટીકની ડબ્બીમાં તુલસી કયારો, ધાતુની ત્રણ ગાય, મંગળ સુત્ર, નથણી, 25 હજારની 500ના દરની ચલણી નોટો, લેપટોપ, છુટક ચિલ્લર રુપિયા 110 મળી કુલ 36510 રુપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

દિવસના સમયે ચોરી કરતો શકમંદ જામનગર રોડ નાગેશ્વર સોસાયટી પટેલ ચોકમાં આંટાફેરા કરતો હોવાની બાતમીને આધારે પોલીસે ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે કબુલ્યું હતું કે પત્નિથી પોતે અલગ પડી ગયો છે અને હાલ એકલો રહે છે.

મુંબઇમાં અગાઉ છુટક હોટલમાં નોકરી કરતો હતો પણ હવે કામ થતું ન હોઇ દોઢ બે મહિના પહેલા સૌરાષ્ટ્રમાં આવ્યો હતો અને સીટી બસમાં બેસી માધાપર ચોકડીએ ઉતર્યા બાદ નજીકના વિસ્તારોમાં આંટાફેરા કરી મકાન ભાડે રાખવાના બહાને બંધ મકાનોની રેકી કરી હતી અને બાદમાં તક જોઇ સળીયાથી તાળા તોડી ચોરીઓ કરી હતી.

ચોરી કર્યા બાદ દીવ તરફ ભાગી જઇ મોજમજા કરતો હતો અને પૈસા ખુટ્યે પરત રાજકોટ આવી ગેસ્ટહાઉસમાં રૂમ રાખી ફરીથી ચોરી કરવા નીકળી પડતો હતો. પોલીસે તેની પાસેથી તાળા તોડવા માટેનો 12 ઇંચનો સળીયો પણ કબ્જે કર્યો છે. આ ચોર મુંબઇમાં વર્ષ 2015માં પણ ચોરીના બે ગુનામાં પકડાઇ ચૂકયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો