તમાકુના બંધાણીની ખુટી ધીરજ, વાંકાનેરમાં તમાકુ ન આપતાં કરી કરપીણ હત્યા, પથ્થરોનાં ઘા મારી પતાવી દીધો
ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોની સાથે તમાકુના બંધાણીઓની પણ ધીરજ ખૂટી પડી છે. ગુજરાતમાં અત્યાર સુધી તમાકુ માટે ઝઘડો, હુમલા અને ચોરીની ઘટનાઓ તો સામે આવી છે. પણ આજે મોરબીના વાંકાનેરમાં તમાકુને કારણે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મોરબીમાં બે દિવસ પહેલાં થયેલી હત્યાની તપાસમાં આ સનસનીખેજ ખુલાસો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મોરબીના વાંકાનેરના મચ્છુ નદીના પટમાં બે દિવસ પહેલાં હસમુખભાઈ ધનજીભાઈ માંડલિયા નામના દેવીપુજક યુવાનનું માથું છુંદેલી હાલતમાં લાશ મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જ હત્યાનો બનાવ લાગતાં પોલીસે હત્યારાઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી. અને બે દિવસ બાદ જ પોલીસે છગન કરશન વાઘેલા અને નરશી વલ્લભ વાઘેલાની ધરપકડ કરી હતી.
જ્યારે આરોપીઓને હત્યાનું કારણ પુછવામાં આવ્યું તો ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓએ જણાવ્યું કે, તમાકુની તલપ લાગતાં તેઓએ મૃતક પાસે તમાકુ માગી હતી. જે આપવાની ના પાડતાં તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. અને બાદમાં બંને યુવાનોએ ભેગા મળીને પથ્થરોનાં ઘા મારી હત્યા કરી દીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

