આને કોઇ નિયમ લાગુ પડે નહીં? નંબર પ્લેટ વગર, ત્રિપલસવારી અને HSRP નંબર પ્લેટ વગરની બાઇક પર ઘૂમતા પોલીસના ફોટા વાઇરલ

નિયમો શિખડાવનાર પોલીસ જ નિયમોનો ભંગ કરી રહી છે. રાજકોટમાં નિયમોનો ભંગ કરનાર બાઇક સાથે નીકળનાર પોલીસના ફોટા વાઇરલ થયા છે. જેમાં નંબર પ્લેટ વગર એક પોલીસ મેન બાઇક ચલાવી રહ્યો છે. બીજા એક ફોટામાં પોલીસ ત્રિપલ સવારી બાઇક લઇને પસાર થાય છે. તો અન્ય એક ફોટામાં HSRP નંબર પ્લેટ વગર બાઇક પોલીસ બિન્દાસ ફેરવી રહ્યા છે. બાઇક પર પોલીસ લખવાનો નિયમ નથી છતાં તેનું ઉલ્લંઘ થઇ રહ્યું છે. આજે HSRP નંબર પ્લેટ વગરના વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમા સામાન્ય નાગરિકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. જ્યારે પોલીસ માટે આ નિયમ લાગુ ન પડતો હોય તેવી ચર્ચા થઇ રહી છે.

HSRP નંબર પ્લેટ વગરના વાહનોનું ચેકિંગ, સામાન્ય નાગરિકો પરેશાન.
એચએસઆરપી નંબર પ્લેટ વગરની બાઇક ચલાવતા પોલીસ
પોલીસ જ નિયમોનો ભંગ કરી રહી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો