હિંમતનગરમાં પોલીસ બની ત્યજાયેલા બાળકની વાલી, અમદાવાદમાં કરાવશે શ્વાસનળીની સર્જરી, માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

તાજેતરમાં જ વડોદરામાં આવેલા પૂરમાં પીએસઆઈ ગોવિંદ ચાવડાએ એક બાળકને વાસુદેવ બનીને સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. હવે હિંમતનગર શહેર પોલીસ પણ યશોદા બની બાળકનું સારવારનું સરાહનીય કામ કરી રહી છે. બાળકને શ્વાસનળીની સર્જરીની જરૂર હોવાથી અમદાવાદમાં સારવાર કરાવશે. સોશિયલ મીડિયામાં હાલ ટ્રાફિક રૂલ્સના કારણે પ્રજાના નિશાને પોલીસ છે. ત્યારે પ્રજા વચ્ચે પોલીસે સંવેદનાના સંબંધોમાં પણ કર્તવ્ય નીભાવી રહી છે.

પોલીસે ફરિયાદની કાર્યવાહી પડતી મૂકી સારવારમાં ધ્યાન આપ્યું

હિંમતનગર બી ડિવિઝન પોલીસને એક બાળકને હોસ્પિટલમાં જ જન્મ આપીને તેની માતા અને સાથે આવેલા પિતા ત્યજીને ફરાર થયાની ફરિયાદ મળી હતી. પોલીસ તપાસ માટે ફરિયાદની તજવીજ હાથ ધરે એ પહેલા પીએસઆઇ પ્રતિપાલસિંહ ગોહિલ અને સ્ટાફના ધ્યાને આવ્યું કે બાળકની સ્થિતિ અત્યંત નાજુક છે. તેને વિશેષ પ્રકારની સારવારની જરૂર છે. એટલે તેને લઈ હોસ્પિટલ પહોંચી તાત્કાલિક સારવાર માટે દાખલ કરી હતી. પરંતુ તેને શ્વાસનળીની સર્જરી કરવી પડતી હોવાનું ડોક્ટર જણાવ્યું. હિંમતનગરમાં સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અમદાવાદ ખસેડવી પડશે.

એસપીએ વાલી બનવા કહી સારવાર કરાવવા કહ્યું

પ્રતિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હોસ્પિટલના ડોક્ટર આવીને અમને કહ્યું કે શ્વાસનળીની તકલીફ ધરાવતું બાળક મૂકીને તેના માતાપિતા જતા રહ્યા છે. બાળકની સ્થિતિ નાજૂક હતી. ડોક્ટરે સંપર્ક કરતા પોલીસ અધિક્ષક સાહેબને અમે જાણ કરી કહ્યું કે બાળકની હાલત ગંભીર અને સર્જરીની જરૂર છે. અમદાવાદ રિફર કરવો પડે તેમ છે. વાલી તરીકે કોઈ નોમિનેટ થાય તે યોગ્ય છે અને વધારે સારી સારવાર થઈ શકે. માતાપિતાનો અત્તોપત્તો નથી. ત્યારે તપાસ ચાલુ રાખવા કહીને બાળકની સ્થિતિને ધ્યાને રાખીને આપણા તરફથી ડોક્ટરને કહી દો. આર્થિક સહાયની જરૂર હોય કે અન્ય જરૂર હોય તે માટે સાબરકાંઠા પોલીસ તેમની વ્હારે છે અને કહી દો અમે તેના વાલીઓ છીએ. બાળકને ગમે તેમ કરીને ગંભીર પરિસ્થિતિમાંથી બહાર લાવવાનો છે.

બાળક હાલ હિંમતનગરની હોસ્પિટલમાં

જન્મના 7 દિવસમાં જ બાળકી હોસ્પિટલના બિછાને શ્વાસનળીની તકલીફનો સામનો કરી રહી છે. તેને જરૂરી સારવાર હિંમતનગરની હોસ્પિટલમાં કરાઈ રહી છે. ત્યારે બાળકીના માતાપિતાને બદલે તેની જવાબદારી પોલીસ ઉઠાવી રહી છે અને જશોદા બની માતાપિતાની ભૂમિકા ભજવી રહી છે. પોલીસે બાળકીની જન્મતા આવી પડેલી પરીક્ષામાં વાલીનું કામ પોલીસ કરી રહી છે. પોલીસે જ હોસ્પિટલને વાલી તરીકેની ઓળખ આપી છે.

પોલીસે ખર્ચની જવાબદારી ઉપાડી

બાળકને સારવાર આપી રહેલા બાળરોગ નિષ્ણાત ડૉ.હિંમાંશુ પટેલે જણાવ્યું હતું કે, બાળકને તેના માતાપિતા ત્યજીને જતા રહ્યા હતા. તેની સ્થિતિ નાજુક હતી અને તેને સારવાર આપવામાં આવી છે. તેને સર્જરીની જરૂર છે અને અમદાવાદમાં કરવામાં આવશે. આ માટેની તમામ વાલી તરીકેની જવાબદારી અને સર્જરી માટેના ખર્ચની જવાબદારી પણ પોલીસે ઉપાડી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો