17 મે બાદ શું? PMની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં 4 રાજ્યોએ આપ્યા મહત્વનાં સંકેત, એક સાથે પ્રતિબંધો હટાવવામાં આવે તેવી શક્યતા નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19ના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લોકડાઉનમાંથી તબક્કાવાર બહાર નીકળવા અને આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાના ઉપાયોને લઈ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. લગભગ 6 કલાક ચાલેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 17મે બાદ પણ લોકડાઉન ચાલુ રાખવું પડશે. આ બેઠકમાં પીએમ મોદીએ આર્થિક ગતિવિધિઓને વધારવા પર પણ જોર આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થાને લઈ પણ કોઈ આઈડીયા-સલાહ હોય તો આપો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રધાનમંત્રીએ કહ્યું કે, જે લોકો જ્યાં હોય ત્યાં જ રહો અને રાજ્ય કોરોના વાયરસને ખતમ કરી રહ્યા છે, તે ચાલુ રાખે. પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યોએ દેશની અર્થવ્યવસ્થા પટરી પર લાવવા માટે સાથ આપવો પડશે. આપણે તેના માટે સાથે મળીને કામ કરીશું. હવે અર્થવ્યવસ્થાને ખોલવા પર કામ કરવાનું છે અને તેના પર ધ્યાન આપવું પડશે.

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને કહ્યું, જ્યાં પણ આપણે સામાજિક ડિસ્ટન્સના નિયમોનું પાલન નથી કર્યું, ત્યાં સમસ્યા વધી ગઈ. તેમણે કહ્યું કે, આપણી કોશિસ એ પણ રહેવી જોઈએ કે, કોવિડ-19 ગામડાઓ સુધી ન પહોંચે. શહેરી વિસ્તારોમાંથી ગામડા તરફ શ્રમિકોનું પલાયન અને મજદુરોની ઘર વાપસીના કારણે આર્થિક ગતિવિધિઓને પહોંચી રહી સમસ્યાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા થઈ.

કોવિડ-19નો ખતરો ઓછો કરવા માટે રાજ્યોની મહત્વની ભૂમિકા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે, પૂરી દુનિયા માને છે કે, ભારત ખુદ કોવિડ-19ને સફળતાપૂર્વક સુરક્ષિત રાખી શક્યું છે, જેમાં રાજ્યોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સંવાદમાં કહ્યું કે, આગળ ભવિષ્યમાં આવનારા પડકારોને લઈ સંતુલિત રણનીતિ બનાવવી પડશે અને તે લાગુ કરવી પડશે.

મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીતમાં કહ્યું કે, આજે તમે જે સૂચનો આપો છો, તેના આધાર પર અમે આગળની દિશા નક્કી કરી શકીશું.

ગુજરાતે લોકડાઉનનો વિરોધ કર્યો

મહારાષ્ટ્ર, તેલંગાના, પંજાબ અને બંગાળનાં સીએમે પીએમ મોદીને લોકડાઉન વધારવાની માંગ કરી છે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ લોકડાઉન વધારવાની માંગ કરી છે. તો ગુજરાતે આનો વિરોધ કર્યો છે. ગુજરાત લોકડાઉન વધારવાનાં પક્ષમાં નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાત એ રાજ્યોમાં સામેલ છે જ્યાં સૌથી વધારે કોરોનાનાં કેસ છે. તો તમિલનાડુનાં સીએમે કહ્યું છે કે આ મહિનાનાં અંત સુધી રેગ્યુલર ટ્રેન અને હવાઈ સેવા શરુ ના કરવામાં આવે.

આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 મહામારીથી લડવા માટે મુખ્યમંત્રીઓ સાથે પાંચમીવાર વિડીયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. આ બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા, જેમણે આરોગ્ય સેતુ એપનું મહત્વ જણાવ્યું અને મુખ્યમંત્રીઓને આને લોકો વચ્ચે લોકપ્રિય કરીને ડાઉનલોડ કરાવવા કહ્યું, કેમકે આ વાયરસનાં પ્રસારને ટ્રેક કરવામાં મદદ કરશે.

પાંચમી વખત મુખ્યમંત્રીઓ સાથે વાતચીત

મુખ્યમંત્રીઓ સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીઓ સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સિતારમણ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર રહ્યા.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગમોહન રેડ્ડી, પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મોટાભાગના બધા મુખ્યમંત્રી આ બેઠકમાં હાજર રહ્યા.

ઉલ્લેખનીય છે કે, રવિવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા સાથે બેઠક દરમિયાન રાજ્યોના મુખ્ય સચિવોએ તેમને જણાવ્યું કે, કોવિડ-19થી સુરક્ષા જરૂરી છે, પરંતુ સાથે જ આર્થિક ગતિવિધિઓને પણ તબક્કાવાર રીતે શરૂ કરવાની જરૂરત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો