વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે, લૉકડાઉન મુદ્દે કરી શકે છે મોટી જાહેરાત

દેશભરમાં લોકડાઉન 4ને લઈને અનેક પ્રકારની અટકળો આવી રહી છે ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. 17મેએ પૂરું થનારા લોકડાઉનને લઈને પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, વડાપ્રધાને ગઈ કાલે દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી અને લોકડાઉન વિશે સૂચનો માંગ્યા હતા. તેથી માનવામાં આવે છે કે, આજે વડાપ્રધાન લોકડાઉન વિશે કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લોકડાઉન પાર્ટ 3 પછી શું થશે તેમ જ રાજ્યોમાં કોરોનાને લઈને શું સ્થિતિ છે તે જાણવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. સમાચાર આવી રહ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમારે લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો લોકડાઉન ખુલ્લું રહેશે તો બહારથી લોકો બિહાર આવશે અને કોરોનામાં સંકટ વધશે.

5 રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉન વધારવા માંગ કરી છે

મહારાષ્ટ્ર, તેલંગાણા, પંજાબ અને બંગાળના સીએમઓએ પીએમ મોદી પાસે લોકડાઉન વધારવા માંગ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે લોકડાઉન વધાર્યા વગર આગળ વધવું શક્ય નથી. તેલંગણા CMએ લોકડાઉન વધારવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે પેસેન્જર ટ્રેન ચલાવીને કોરોના સંક્રમણનું જોખમ છે. આ સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે રેડ ઝોનને ગ્રીન ઝોનમાં જવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

વડાપ્રધાન મોદી સાથેની બેઠકમાં પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે લોકડાઉન વધારાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે લોકોના જીવ બચાવવા જરૂરી છે, ત્રણ મહિના માટે આર્થિક સહાય આપવી જોઈએ. કેપ્ટન અમરિન્દરે કહ્યું કે પરીક્ષણ માટે રણનીતિ બનાવવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો