17મી મે પછી લોકડાઉન લંબાવાશે? PM મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

લૉકડાઉન 3.0 (Lockdown 3.0)ની અવધિ 17 મેના રોજ પૂરી થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing)ના માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ મીટિંગમાં ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. Harshavardhan), ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી ઉપરાંત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને ડીજીપી ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન કાર્યાલય (PMO)ના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ અંગે જાણ કરવામાં આવી છે કે સોમવારે બપોરે 3 વાગ્યે પીએમ મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે પાંચમી બેઠક યોજશે.

આ અગાઉ, પીએમ મોદીએ 28 એપ્રિલે કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશમાં લાગુ લૉકડાઉનની વચ્ચે ચોથી વાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. લૉકડાઉન 2.0ની અવધિ 3 મેના રોજ સમાપ્ત થતાં પહેલા જ વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.

કોરોના સામેના જંગમાં શું લૉકડાઉનને ફરી એકવાર લંબાવવામાં આવશે, તે હાલ ચર્ચાનો વિષય છે. 17 મે બાદ દેશ કોરોનાથી કેવી રીતે લડશે, સોમવારે મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગમાં તેની પર માર્ગ નક્કી કરી શકે છે.

લોકડાઉન વધારવાના સંકેત

સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે-સાથે સરકારી સંસ્થાઓ AIIMS અને ICMRએ સંકેત આપ્યા છે કે 17 મે બાદ લોકડાઉન ખતમ કરવામાં આવ્યું તો દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ ભયાનક થઈ શકે છે. આ સંસ્થાઓનું કહેવું છે કે, હમણા લોકડાઉનમાં છૂટ આપવી આત્મહત્યા સમાન હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો