હોસ્પિટલમાં સતત 20 દિવસની ફરજ પછી ઘરે પરત ફરી રહેલી લેડીને જોઈ ખુદ PM નરેન્દ્ર મોદીનું હૈયું પણ ભરાઈ આવ્યું

હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સતત 20 દિવસની ફરજ પછી કોવિડ -19 દર્દીઓની સારવાર કરતાં એક મહિલા પાછા ઘરે ફર્યા હતાં. તેના પરિવારજનો અને સોસાયટીના સભ્યોએ તેને પ્લેકાર્ડ્સથી, થાળીઓ વગાડીને અને ફૂલોની પાંખડીઓ વસરાવીને સ્વાગત કર્યું હતું. એ સાથે જ મહિલાના આંખમા હર્ષના આંસુ જોવા મળી હતાં.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર આ ભાવનાત્મક ક્લિપ શેર કરી છે. તેમણે લખ્યું છે, “આના જેવી પળો હૃદયને ખુશીઓથી ભરી નાંખે છે. આ ભારતની ભાવના છે. અમે હિંમતભેર કોવિડ-19 સામે લડીશું. આ કાળમાં પણ પોતાનું કામ કરનારાઓ પર અમને સદાય ગર્વ રહેશે.” કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે પણ ક્લિપ શેર કરી હતી અને તેમણે લખ્યું હતું કે “કોરોના યોદ્ધાનો યોગ્ય આવકાર્ય આને કહેવાય.

આવા હીરોને સલામ આપવા માટે ઈન્ટરનેટ પર લોકો લાગણીશીલ બની ગયા છે અને કોમેન્ટોનું ઘોડાપૂર આવ્યું છે. કોઈએ લખ્યું કે, અત્યારે આપણને આની જ જરૂર છે! ડોકટરો, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને પોલીસ માટે બધાને ગર્વ છે. તો એકે લખ્યું કે- દેશ અને સમાજ માટે તેમના આ અસાધારણ કાર્ય માટે લેડી ડોક્ટરને સલામ.” તો જુઓ અહીં આ સરસ વીડિયો….

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો